GSTV
Gujarat Government Advertisement

કિસાન સમ્માન નિધિ યોજનાના 8માં હપ્તાની જોવાઈ રહી છે રાહ, અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂતોને મળી ચૂક્યો છે લાભ

કિસાન

Last Updated on February 28, 2021 by

કિસાન સમ્માન નિધિનો આગામી હપ્તો આવશે. જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો તમારે લીસ્ટમાં તમારું નામ ચેક કરી લેવું જોઈએ. એક વાત બીજા કે તમે આ યોજનાની ગાઈડલાઈન હેઠળ લાભાર્થી નથી તો તમારે તમારું નામ હટાવી લેવું જોઈએ. નહીં તો તમારા માટે ભારે પડી શકે છે. સરકારી પૈસા તો પરત આપવા જ પડશે. નહીં તો તમારી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

રૂપિયા

કિસાન સમ્માન નિધિના અત્યાર સુધીમાં 7 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાંસફર થઈ ચૂક્યા છે. હવે આઠમો હપ્તાની રાહ જોવાઈ રહી છે. કિસાન સમ્માન નિધિની ગાઈડલાઈન અનુસાર, દર વર્ષે 4-4 મહિનાના અંતરાળમાં વર્ષમાં 3 વખત 2-2 હજાર રૂપિયાનો હપ્તો રજૂ કરવામાં આવે છે.

pmKisan.gov.in અનુસાર, અત્યાર સુધીમાં 11 કરોડ 26 લાખથી વધુ ખેડૂતોને સમ્માન નિધિનો ફાયદો મળી ચૂક્યો છે. મોદી સરકારે આ યોજના 1 ડિસેમ્બર 2018ના રોજ શરૂ કરી હતી. જે બાદથી લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

ખેડૂતો

ખેડૂત સમ્માન નિધિના પૈસા સીધા ખેડૂતના ખાતામાં મોકલવામાં આવે છે. સરકારી આંકડાઓ અનુસાર ડિસેમ્બર 2020થી માર્ચ 2021 સુધીના સમયગાળામાં અત્યાર સુધીમાં કુલ 9 કરોડ 64 લાખ 9 હજાર અને 263 રૂપિયા કિસાન સમ્માન નિધિ હેઠળ આપવામાં આવ્યા છે.

pmKisan.gov.in અનુસાર, ગત વર્ષ ઓગસ્ટથી નવેમ્બર દરમ્યાન કુલ 10 કરોડ 21 લાખ 35 હજાર 267 રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. પરંતુ ડિસેમ્બરથી માર્ચ દરમ્યાન આ આંકડા ઘટી ગયા છે કારણ કે જે લોકોએ ખોટી જાણકારી આપી સમ્માન નિધિનો લાભ લીધો હતો તેમના પૈસાનો આગામી હપ્તો રોકવામાં આવ્યો છે.

ગોલ્ડલોન

કિસાન સમ્માન  નિધિનો લાભ અમૂક લોકોએ ખોટી જાણકારી આપીને લઈ રહ્યા છે. આ તમામ લોકોનું ફરીથી વેરિફિકેશન કરાવવામાં આવશે. જે લોકોની માહિતી ખોટી હોવાની જાણ થશે તો તેમની પાસેથી સરકાર પૈસા પરત લેશે પરંતુ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તપાસ બાદ નકલી ખેડૂતોના નામે લાભાર્થીની લિસ્ટ હટાવવામાં આવી છે. એવામાં તમા પણ pmKisan.gov.in પર વિજિટ કરી અને તમારો આધાર નંબર, બેંક ખાતા સંખ્યા અને મોબાઈલ નંબર દ્વારા તમારા સ્ટેટ્સ અંગે જાણકારી મેળવી શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30