GSTV
Gujarat Government Advertisement

કિરીટ જોશી હત્યાકાંડમાં વધુ એક ખુલાસો / ભૂમાફિયા જયેશ પટેલ પર હત્યારાઓને નહોતો વિશ્વાસ, આ રીતે ઝડપાયો લંડનથી

Last Updated on March 19, 2021 by

અમદાવાદના કિરીટ જોશી હત્યા કેસ મામલે અનેક ખુલાસા થઈ રહ્યા છે. આરોપી દિલીપ, હાર્દિક ઠક્કર અને જયંત ચારણની હાલમાં પોલીસ પૂછપરછ કરી રહી છે. જેમાં આરોપીઓ એક બાદ એક હકીકત કબૂલી રહ્યા છે. જેમાં મોટી વાત એ સામે આવી છે કે આ આરોપીઓને જયેશ પટેલ પર ભરોસો નહોતો.

હત્યા બાદ કોલકાતા ભાગી ગયા હતા આરોપીઓ

પોલીસ તપાસમાં આરોપીઓએ કબુલ્યું છે કે કિરીટ જોશીની હત્યા કર્યા બાદ પહેલા આરોપીઓ કલકત્તા ગયા હતા અને ત્યાં રોકાઈ ને અનેક બાબતે તપાસ કરી હતી અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હતા. એટલે સેનેગલથી આરોપીઓ પરત કલકત્તા આવી ગયા હતા. આરોપીઓએ કબૂલાત કરી છે કે જે જયેશ પટેલે જ ત્રણેય આરોપીઓને સેનેગલ રહેવા માટે વ્યવસ્થા કરી આપી હતી. આ ત્રણેય આરોપીઓ એ પણ જાણતા હતા કે જયેશે 6 માસથી પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. સાથે જ જયેશના સ્થાનિક પોલીસમાં સંપર્ક છે. જેથી કોઈપણ સમયે જયેશ તેઓનાથી છુટકારો મેળવવા માટે તેને પકડાવી શકે છે જેથી જયેશની જાણ બહાર આરોપીઓ કલકત્તા ખાતે પરત આવી ગયા હોવાનું કબૂલી રહ્યા છે.

આરોપીઓને પકડવા પોલીસે કર્યો વેશપલટો

આરોપીઓ અંગેની માહિતી પોલીસને મળી હતી. જે બાદ જે એરિયામાં પોલીસને સતત વોચ રાખવા માટે પોલીસે વેશ પલટો કર્યો હતો અને મુસ્લિમ બિરાદર જેવો વેશ ધારણ કર્યો હતો જેથી પોલીસની ઓળખ છતી ન થાય કેમ કે જે વિસ્તારમાં આરોપીઓ રોકાયા હતા તે મુસ્લિમ બહુમતી વાળો વિસ્તાર હોવાના કારણે પોલીસને વેશ પલટો કરવાની ફરજ પડી હતી.

જામનગર પોલીસને મળી મોટી સફળતા

બીજી તરફ જામનગર પોલીસના સૂત્રો તરફથી એ હકીકત પણ સામે આવી રહી છે કે આખરે જામનગર પોલીસને એ માહિતી કેવી રીતે મળી કે જયેશ લંડન માં રોકાયેલો છે. સૂત્રો ઉમેરી રહ્યા છે કે પોલીસે સતત ટેક્નિકલ સર્વેલન્સ ચાલી રહ્યું હતું. લોકડાઉન લાગુ થયું તેના થોડા સમય પહેલા જ જયેશની પત્ની લંડન ગઈ હતી. જેની જાણ પોલીસને થઈ હતી લોક ડાઉન સમયે તે લંડન જ રોકાઈ હતી. જે બાદ ભારત સરકારની વંદે ભારત મિશન હેઠળ તે લંડનથી ભારત પરત આવી હતી.

આ રીતે લંડનથી ઝડપાયો જયેશ પટેલ

પોલીસે ઉલટ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જયેશ લંડન માં છે. બાદ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ વધાર્યું કેટલાક આઈપી એડ્રેસ પણ પોલીસને મળ્યા હતા જે આધારે પોલીસને ચોક્કસ થઈ હતી કે જયેશ લંડનમાં રોકાયો છે. જે બાદ જામનગર પોલીસે ભારત સરકારની મદદથી યુકે સરકારનો સંપર્ક કર્યો અને માહિતીની આપ લે કરી હતી જે બાદ યુકે પોલીસે જયેશ પર વોચ વધારી અને તેને ઝડપી લીધો હતો આમ પોલીસને જયેશ સુધી પહોંચવામાં સફળતા મળી હતી

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33