Last Updated on February 26, 2021 by
રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની 6 એ 6 મનપા પરથી ભવ્ય જીત હાંસલ કરતા જ કોંગ્રેસના કેટલાંક શહેર પ્રમુખોએ ધડાધડ રાજીનામાં આપવાના શરૂ કરી દીધા હતાં. ત્યારે તાજેતરમાં રાજીનામાંને લઇને કેશોદ ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કેશોદ પાલીકાની ચૂંટણીના પડઘમ શાંત થતા જ ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશ સાવલીયાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.
વહીવટી પ્રક્રિયામાં ગોલમાલ કર્યાના આક્ષેપ
1992થી ભાજપ સંગઠન સાથે રહી ચુકેલા પૂર્વ પ્રમુખે ભાજપને અલવિદા કહી દીધા છે. પૂર્વ પ્રમુખ યોગેશ સાવલીયાએ ભાજપ શહેરના નવા સંગઠનના હોદ્દેદારો પર ટીકીટની વહેંચણીને લઇને વહીવટી પ્રક્રિયામાં ગોલમાલ કર્યાના આક્ષેપ લગાવ્યાં છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, ટીકીટની વહેંચણીને લઇને થયેલ ગોલમાલની ચર્ચાના અનુસંધાને આખરે આ મુદ્દો ક્યાં જઇને પહોંચે છે.
અગાઉ બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખે પણ આપ્યું હતું રાજીનામું
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ બોટાદમાં પણ ભાજપને મોટો ફટકો લાગ્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપના આમંત્રિત કારોબારી સભ્ય અને બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાસુખભાઈ દલવાડી (કણઝરીયા) એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. બોટાદ શહેર પ્રમુખને જિલ્લા કાર્યાલય ખાતે રાજીનામું ધરી દીધું હતું. મહાસુખભાઈ દલવાડી (સતવારા) સમાજના આગેવાન છે અને ભાજપના પાયાના કાર્યકર પણ હતાં. મહાસુખભાઈ દલવાડીના રાજીનામાંથી ભાજપને મોટો ફટકો પડ્યો હતો.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31