GSTV
Gujarat Government Advertisement

કેરલ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 112 ઉમેદવારોની યાદી, મેટ્રો મૈનને આ સીટ પરથી ઉતાર્યા, આ ચાર પાર્ટીઓ સાથે કર્યુ ગઠબંધન

Last Updated on March 14, 2021 by

ભારતીય જનતા પાર્ટી કેરલમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કેરલમાં ભાજપ 112 સીટો પર ચૂંટણી લડવા જઈ રહી છે. કેરલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 25 સીટ પોતાના સહયોગી પાર્ટીઓ માટે રાખી છે. ભાજપે મેટ્રો મેન ઈ શ્રીધરનને પણ ટિકિટ આપી છે. જે પલક્કડથી ચૂંટણી લડશે.

ઉમેદવારોની જાહેરાત કરતા ભાજપ નેતા અરુણ સિંહે કહ્યુ હતું કે, કેટલાય નેતાઓ ભાજપમાં શામેલ થઈ રહ્યા છે કે, કારણ કે, ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર છે. તેમણે જણાવ્યુ હતું કે, કેરલ ભાજપ ચીફ સુરેંદર બે સીટો પરથી ચૂંટણી લડશે. ભાજપે રાજ્યમાં ચાર પાર્ટીઓએ સાથે ચૂંટણી લડી રહી છે.

આપને જણાવી દઈએ કે, કેરલમાં 140 વિધાનસભા સીટો છે. રાજ્યમાં 6 એપ્રિલના રોજ તમામ સીટો પર વોટિંગ થશે. કેરલ ઉપરાંત તમિલનાડૂ અને પુડુચેરીમાં પણ 6 એપ્રિલના રોજ વોટિંગ થશે. આ ચૂંટણીના પરિણઆમ 2 મેના રોજ આવશે.

કેરલમાં હાલમાં સીપીઆઈ (એમ)ની આગેવાનીવાળી લેફ્ટ ડેમોક્રેટિક ફ્ર્ન્ટની સરકાર છે. અહીં મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે. ગત ચૂંટણીમાં એલડીએફે 91 અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે 47 સીટ મળી હતી. અહીં બહુમત માટે 71 સીટો જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33