GSTV
Gujarat Government Advertisement

મહેસુલ મંત્રી કૌશિક પટેલની ચેમ્બરમાં કોરોનાનો તરખાટ, 6 અધિકારીઓ આવ્યા ઝપેટમાં

Last Updated on April 5, 2021 by

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે હવે કોરોનાનો પગપેસારો મહેસુલ મંત્રી કૌશિક પટેલની ચેમ્બરમા કોરોનાનો તરખાટ મચાવ્યો છે, મંત્રીના પીએસ, એપીએસ, પીએ, નાયબ કલેક્ટર સહિત અન્ય બે વ્યક્તિઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે.

મહેસુલ મંત્રી કૌશિક પટેલની ચેમ્બરમા કોરોનાનો તરખાટ

  • પી.એસ. હારેજા.
  • એપીએસ એચ. પી. પટેલ,
  • પીએ પટેલ
  • નાયબ કલેકટર વિમલ પટેલ
  • અને
  • ઓપરેટર ધીરૂભા ઝાલા
  • અને
  • એક સેવક છગનભાઈ પોઝીટીવ

સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે નવી લહેરનો કોરોના વધુ આક્રમક અને પ્રાણઘાતક સાબિત થઇ રહ્યો છે.ગાઇકાલે ગાંધીનગર શહેર તથા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા હતા ત્યારે રવિવારે ૨૪ કલાક દરમિયાન કોરોનાગ્રસ્ત  નવ વ્યક્તિઓએ દમ તોડયો છે. વધતા જતા કોરોના પોઝિટિવ દર્દીઓથી આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે પરંતુ કોવિડ ડેથ કે ફક્ત કોરોના વાયરસથી જ દર્દીનું મોત થયું હોય તેના લીસ્ટમાં સરકરી તંત્ર હજુ પણ એક પણ મૃત્યું બતાવતું નથી સરકારની આ કેસ તથા મૃત્યુંના આંકડા છુપાવવાની નીતિ હાલ ભારે પડી રહી છે.

ગાંધીનગર મહાનગર વિસ્તારમાંથી કોરોના વાયરસ હવે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ફેલાયો છે. ગામડામાં કે જ્યાં સંક્રમણ ઓછું હતું ત્યાં પણ હવે દર્દીઓની સંખ્યાની સાથે મોતનાં આંકડા સામે આવી રહ્યા છે. કલોલના પાનસરમાં રહેતાં ૭૦ વર્ષિય વૃધ્ધા સંક્રમિત થયાં હતાં તેમનું મૃત્યુ થયું છે. ધમાસણાના આધેડ, રતનપુરના ૭૦ વર્ષિય વૃધ્ધા, ચિલોડાના ૪૮ વર્ષિય મહિલા તથા વાવોલના ૫૬ વર્ષિય પુરુષ, ઝુંડાલના વૃધ્ધ અને સેક્ટર-૩/ન્યુના ૮૦ વર્ષિય વૃધ્ધા કે જેઓ કોરોનાથી સંક્રમિત હતા તેમનું મોત નિપજ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33