GSTV
Gujarat Government Advertisement

કંગનાએ મહાત્મા ગાંધીને ગણાવ્યા ખોટા: ગાંધીએ કેટલીય વાર પત્નીને ઘરમાંથી હાંકી કાઢ્યા પણ દુનિયા તેમને માફ કરી દેશે !

Last Updated on March 12, 2021 by

કંગના રાનૌત ફરી એક વાર ટ્વિટર પર ટ્રોલ થઈ છે. શુક્રવારે કંગના રાનૌતે બ્રિટેનની ક્વિન એલિઝાબેથ દ્વિતિય અને શાહી પરિવારમાં ચાલી રહેલા ડખાને લઈને ટ્વિટ કર્યુ હતું. કંગનાએ મેગન માર્કલના ઈન્ટરવ્યૂને લઈને ક્વિનનો સપોર્ટ કર્યો છે. ખાસ વાત તો એ છે કે, આ કડીમાં એક યુઝર્સને જવાબ આપતા તેણે તો મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, ગાંધીજી પણ ખરાબ પિતા હતા. તેમણે પણ પોતાની પત્નીને કેટલીય વાર ઘરમાંથી કાઢી મુક્યા હતા. તેમ છતાં પણ દુનિયા તેમને કશુંય નહીં કહે, કેમ કે, તે એક મર્દ હતા.

કંગના રાનૌતે શુક્રવારના રોજ બપોરે બે ટ્વિટ કર્યા હતા. કંગનાએ તેમાં લખ્યુ હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી લોકો એક જ પરિવારની એકતરફી વાત સાઁભળી રહ્યા છે. જેને લઈને ખૂબ ગોસિપ થઈ, ચર્ચા પણ થઈ, ઓનલાઈન કિચડ પણ ઉછાળ્યું. મેં ક્યારેય તે ઈન્ટરવ્યૂ જોયુ નથી. કારણ કે, સાસુ-વહુ અને ષડયંત્ર જેવી વસ્તુઓ મને ઉત્સાહિત નથી કરતી.

કંગનાએ પોતાના ટ્વિટમાં આગળ લખ્યુ છે કે, હું ફક્ત એટલુ કહેવા માગુ છુ કે, સમગ્ર દુનિયામાં તે એકમાત્ર મહિલા શાસક બચી છે. શક્ય છે કે, તે આદર્શ મહિલા, પત્ની, બહેન નહીં હોય, પણ તે એક મહાન રાણી છે. તેણે પોતાના પિતાના સપનાને આગળ વધાર્યા છે. દિકરા કરતા પણ તેમણે શાહી મુકુટને બચાવ્યો છે. આપણે આજીવન જીવનમાં કોઈ પણ ભૂમિકા પૂર્ણતાથી નિભાવી શકતા નથી, ભલે તેના માટે આપણે યોગ્ય ન હોઈએ. પણ તે રાણીએ તાજ બચાવ્યો છે. તેમને રાણીની માફક જ સંન્યાસ લેવા દો.

મહાત્મા ગાંધી પર કંગનાની વિવાદીત ટિપ્પણી

કંગનાએ પોતાના ટ્વિટ્સ પર યુઝર્સને જવાબ આપતા મહાત્મા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો હતો. કંગનાએ લખ્યુ હતું કે, મહાત્મા ગાંધી પર તેમના જ સંતાનોએ તે ખરાબ હોવાનો આરોપ લગાવ્યો હતો. એવા કેટલાય ઉલ્લેખ છે જેમાં તે પોતાન પત્નીને ઘરનું શૌચાલય સાફ ન કરતા ઘરમાંથી બહાર ધકેલી દેતા હતા. તે એક મહાન નેતા ભલે હોય, પણ એક મહાન પતિ ન બની શક્યા. જો કે, દુનિયા તેમને માફ કરી રહી છે, કેમ કે, તે એક મર્દ હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33