GSTV
Gujarat Government Advertisement

કાલુપુર રેલ્વે સ્ટેશન / કોવિડના નિયમોનો ઉલાળીયો, કોઈ જ પ્રકારના ચેકીંગ વિના મુસાફરોનું આવનજાવન: સંક્રમણ વધશે તો!

Last Updated on March 25, 2021 by

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત કાલુપુર રેલવે સ્ટેશન પર કોરોનાનો વિસ્ફોટ થવાની ભીતી સેવાઇ રહી છે. રાજધાની ટ્રેનમાંથી અમદાવાદ આવતા મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. અન્ય રાજ્યો કે સ્થળોથી અમદાવાદ આવતા મુસાફરોનું કોઈ પણ પ્રકારે ચેકીંગ કરવામાં આવતું નથી. થર્મલ ગનનો ઉપયોગ કે પછી સૅનેટાઇઝિંગ પણ કરવામાં આવતું નથી.

મુસાફરોનું કોઈ પણ પ્રકારે ચેકીંગ કરવામાં આવતું નથી

  સવારના સમયે કોર્પોરેશનની ટીમ રેલવે સ્ટેશન પર હોતી નથી. કોર્પોરેશનની ટીમ પોતાના સમય પ્રમાણે આવે છે. તો સવારે આવતી ટ્રેનના મુસાફરનો ટેસ્ટ કોણ કરશે  તે પણ મોટો સવાલ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોર્પોરેશનના કર્મચારીઓ બેસી રહે છે. અને મુસાફરી કરી આવતા મુસાફરો ટેસ્ટ વગર જતા રહે છે. અને કર્મચારીઓ મુસાફરોને જોયા કરે તેવો ઘાટ કાલુપુર રેલવે સ્ટેશન પર સર્જાય છે. માત્ર મહારાષ્ટ્રથી આવતા પેસેંજરોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે.

મહારાષ્ટ્રથી આવતા પેસેંજરોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે

ત્યારે અન્ય રાજ્યોમાંથી આવતા પેસેંજરો શું?. રેલવે સ્ટેશન પર જે પેસેંજરો ટેસ્ટ માટે સ્વેચ્છએ ટેસ્ટ કરશે તેના જ ટેસ્ટ  કરવામાં આવે છે. ત્યારે AMC અને રેલવે વિભગના મેનેજમેન્ટના અભાવના કારણે શહેરમાં કોરોના વિસ્ફોટ થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમદાવાદ વિભાગના ૧૩ મોટા રેલવે સ્ટેશને પર આજથી પ્લેટફોર્મ ટિકિટના દર

કોરોના મહામારીની સ્થિતિને જોતા અમદાવાદ વિભાગના ૧૩ મોટા રેલવે સ્ટેશને પર આજથી પ્લેટફોર્મ ટિકિટના દર ૩૦ રૂપિયા વસુલવાનો નિર્ણય લેવાયો છે. બિનજરૂરી અવર-જવર અને ભીડભાડ અટકાવવા માટે આ નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો  છે.  અન્ય નાના રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ રૂપિયા ૧૦ માં  જ મળશે.  અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામાખ્યાલી, પાટણ, ઉંઝા, સિદ્ધપુર, સાબરમતી- ધર્મનગર અને સાબરમતી- જેલ તરફ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના હવે ૩૦ રૂપિયા ચૂકવવા પડશે.

બીજી તરફ કોરોનાની સ્થિતિને જોતા મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. રેલવેની  અન્ય એક જાહેરાતમાં ૨૯ માર્ચથી અમદાવાદ-નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ વિશેષ ટ્રેનના સંચાલનના સમયમાં ફેરફાર કરાયો છે. બાન્દ્રા ટર્મિનસ-ભુજ કચ્છ એક્સપ્રેસ ૨૯ માર્ચથી એલએચબી કોચથી દોડાવાશે.

ગુજરાતના સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન પર સુવિધાનો અભાવ

વધતા કેસને ધ્યાનમાં રાખીને મ્યુનિ કોર્પોરેશને સીટી ટ્રાન્સપોર્ટેશન, બાગ બગીચા અને લેક્ફ્રન્ટ પણ લોકો માટે સંપૂર્ણ રીતે બંધ કરી દીધા છે. બીજી તરફ કોરોના વધુ વકરે નહી તે માટે શહેરમાં રાત્રિ કર્ફ્યૂ પણ લાદી દેવામાં આવ્યો છે. રાજ્યનું સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન એવું અમદાવાદ શહેરનું કાળુપુર સ્ટેશનમાં ગાઈડલાઈન મુજબ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવા મળી નહી, કે કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. કેન્દ્ર સરકારીની ગાઈડલાઈન મુજબ થર્મલ સ્ક્રિનિંગ અને સેનેટાઇઝર જેવી વ્યવસ્થા કરવી તે અત્યંત જરૂરી છે, જેથી કરીને ઘાતક કોરોનાનું સંક્રમણ ફેલાતા અટકાવી શકાય. કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનું સઘન ચેકીંગ કર્યા બાદ જરૂરી ઉપચારથી નિદાન થઈ શકે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33