GSTV
Gujarat Government Advertisement

જુબીન નૌટિયાલે પીએમ મોદીના માતા હીરાબાના લીધા આશીર્વાદ, અમૃત મહોત્સવ બાદ મોદીના નાનાભાઈના ઘરે ગાંધીનગર પહોંચ્યો

Last Updated on March 13, 2021 by

અમૃત મહોત્સવ માટે ગુજરાતમાં આવેલા જુબીન નૌટિયલે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી થોડો સમય કાઢ્યો હતો અને ગાંધીનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા મોદીની મુલાકાત લીધી હતી. તેણે હીરાબા અને પીએમ મોદીના પરિવારના અન્ય સભ્યો સાથેની મુલાકાતની તસવીરો તેના ફેસબુક એકાઉન્ટ પર શેર કરી છે.

મહોત્સવનો ભાગ રહેલા જુબીન નૌટિયલે આ પ્રસંગે દેશભક્તિ ગીત રજૂ કર્યું હતું. મ્યુઝિક લોન્ચ થયા પછી જુબિન નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈ પંકજ મોદી સાથે ગાંધીનગરમાંના ઘરે ગયા હતા. ત્યાં તે આખા પરિવારને મળ્યો અને હીરાબા પાસે આશીર્વાદ લીધા હતા. જુબિને તેની મીટિંગના ઘણા ફોટા ફેસબુક પર શેર કર્યા છે. અને કેપ્શન આપી છે કે, “હવે હું જાણું છું કે વડા પ્રધાન શા માટે નમ્ર છે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા માટે અમૃત મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. આજથી 91 વર્ષ પહેલા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાની શરૂઆત કરી હતી. વડા પ્રધાને અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી સુધી 386 કિલોમીટરના માર્ચને લીલીઝંડી આપી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33