Last Updated on March 2, 2021 by
ગુજરાત રાજ્યની જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. અંદાજીત તમામ જગ્યાએ કેસરીયો લહેરાયો છે, ત્યારે બીજી તરફ જામનગરમાંથી ચોંકાવરા દ્રશ્યો સામે આવ્યા છે. જામનગરમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ભાજપે બાજી મારી છે. ત્યારે જીતની ઉજવણી માટે બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. બીજી તરફ જીવલેણ કોરોનાનું જાણે કે અસ્તિત્વ જ ન હોય તેમ મોટા પાયે માનવમેદની એકત્ર થઇ હતી. ઉલ્લેખનીય છે કે ઉપસ્થિત લોકો પૈકી મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા હતા.
વિજયના ઉન્માદમાં ભાન ભૂલ્યા કાર્યકરો
- જામનગર: ભાજપના વિજયની ઉજવણીમાં કોરોનાની ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા
- જીતની ઉજવણી માટે જંગી જનેદની એકત્ર થઈ
- વિજયના ઉન્માદમાં ભાન ભૂલ્યા કાર્યકરો
- મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા
- સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો સરેઆમ થયો ભંગ
તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પણ ધજાગરા ઉડ્યા હતા. તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જીતના ઉન્માદમાં કોરોના ભૂલાયો છે. જો હવે કોરોના ફેલાશે તે તો કોની જવાબદારી રહેશે.
નોંધનીય છે કે ભારે મેદની એકત્રીત થવાની પરવાનગી આપી કોણે? હાલ ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. સામાન્ય પ્રજાને દંડ ફટકારતું ન્યાયતંત્ર કેમ મૂંગુમંતર છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31