GSTV
Gujarat Government Advertisement

JEE મેઈન રિઝલ્ટ/ 99.99 પર્સેન્ટાઈલ સાથે ગુજરાતના વિદ્યાર્થીએ જીતનો લહેરાવ્યો પરચમ, સુરતનો વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ

Last Updated on March 26, 2021 by

ઈજનેરીમાં પ્રવેશ માટેની JEE મેઈન પરીક્ષા ૧૬થી૧૮ માર્ચ દરમિયાન બીજી વાર લેવાઈ હતી.જેનું પરિણામ પણ એનટીએ દ્વારા જાહેર કરી દેવાયુ છે.જેમાં JEE મેઈન ૯૯.૯૯ પર્સેન્ટાઈલ સાથે સુરતનો વિદ્યાર્થી ગુજરાતમાં પ્રથમ આવ્યો છે. ધો.૧૨ સાયન્સ પછી બી.ઈ-બી.ટેકમાં પ્રવેશ માટેની જોઈન્ટ JEE એન્ટ્રન્સ એક્ઝામની મેઈન પરીક્ષા અગાઉ વર્ષમાં બે વાર લેવાતી હતી. પરંતુ આ વર્ષથી કેન્દ્ર સરકારની સૂચનાથી એનટીએ દ્વારા ચાર વખત લેવાઈરહી છે.

ઈજનેરીમાં પ્રવેશ માટેની JEE મેઈન પરીક્ષા ૧૬થી૧૮ માર્ચ દરમિયાન બીજી વાર લેવાઈ

jee

JEE એન્ટ્રન્સ એક્ઝામની મેઈન પરીક્ષા અગાઉ વર્ષમાં બે વાર લેવાતી હતી

ફેબુ્રઆરીમાં પ્રથમવારની જેઈઈ મેઈન લેવાયા બાદ ૧૬થી ૧૮મી માર્ચ દરમિયાન એનટીએ દ્વારા બીજી વખતની જેઈઈ મેઈન પરીક્ષા દેશભરમાં લેવાઈ હતી.જેમાં ૬.૧૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.પ્રથમવારની પરીક્ષા બાદ બીજી વારની પરીક્ષા પણ ૬ લાખ જેટલા વિદ્યાર્થીએ આપી છે.

JEE મેઈન પરીક્ષા ૧૬થી૧૮ માર્ચ દરમિયાન બીજી વાર લેવાઈ

આ પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં એનટીએ દ્વારા સ્ટેટવાઈઝ ટોપર અને ૧૦૦ પર્સેન્ટાઈલર વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામા આવ્યા છે. ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનારા દેશમાં ૧૩ વિદ્યાર્થીઓ છે.જેમાં મહારાષ્ટ્રના બે અને તેલંગાણાના બે વિદ્યાર્થીઓ છે.જ્યારે ગુજરાતનો એક પણ વિદ્યાર્થી નથી. સ્ટેટવાઈઝ ટોપરમાં ૯૯.૯૯ પર્સેન્ટાઈલ સાથે સુરતનો વિદ્યાર્થીઓ તનય વિનીત તયાલ રાજ્યમાં પ્રથમ આવ્યો છે. બીજીવારની જેઈઈમેઈન પરીક્ષામાં ૯૯ કે તથી વધુ પર્સેન્ટાઈલ ધરાવતા વિદ્યાર્થીઓ ગુજરાતમા પ્રથમ પરીક્ષા કરતા વધ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33