GSTV
Gujarat Government Advertisement

JEE Main Result 2021: જેઈઈ મેઈન્સનું પરિણામ જાહેર, આ રીતે જોઇ શકશો

Last Updated on March 8, 2021 by

JEE Main Result જાહેર થઇ ગયું છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ અંગે જાણકારી આપી છે. જેઓ ફેબ્રુઆરી સેશન માટેની આયોજિત પરીક્ષામાં શામેલ થયા હતાં તેઓ ઓફિશિયલ વેબસાઇટ http://jeemain.nic.in પર જઇને પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. JEE Main 2021 સ્કોરકાર્ડ ડાઉનલોડ કરીને ડાયરેક્ટ લિંકની ઓફિશિયલ વેબસાઇટના હોમપેજ પર લાઇવ થઇ ગયું છે. જેથી ઉમેદવાર પોતાના રજિસ્ટ્રેશન નંબરની મદદથી લોગ ઇન કરીને ડાઉનલોડ કરી શકો છો.

jee result

JEE Main Feb 2021 Result: આ રીતે કરી શકો છો ડાઉનલોડ

પગલું 1: સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ.
પગલું 2: હોમપેજ પર સ્ક્રોલ કરો અને નીચે બતાવેલ રિઝલ્ટના ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો.
પગલું 3: હવે નવા પેજ પર તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
પગલું 4: સ્કોરકાર્ડ સ્ક્રીન પર દેખાશે, તેને ડાઉનલોડ કરો.

કુલ 6,71,776 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

પરીક્ષા 23થી 26 ફેબ્રુઆરી દરમ્યાન યોજાઈ હતી, જેમાં કુલ 6,71,776 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવાઓએ ટાઈબ્રેકર નિયમો મુજબ જ મેરીટમાં જગ્યા આપવામાં આવી છે. જો કોઈ ઉમેદવાર પોતાના સ્કોરથી સંતુષ્ટ ન હોય તો તેની પાસે ત્રણ અટેમ્પ્ટ્સ બાકી છે.

શિક્ષણમંત્રી સ્પષ્ટ કરી ચૂક્યાં છે કે વિદ્યાર્થીઓ એક બે કે તમામ ચાર પરીક્ષાઓ આપી શકે છે. તમામ પરીક્ષાઓમાં જુદા જુદા સ્કોર આવે તો સૌથી વધુ સ્કોર જ માન્ય ગણાશે. એવામાં, જો વિદ્યાર્થી પોતાના ફેબ્રુઆરીના સ્કોરથી સંતુષ્ટ નથી તો તે માર્ચ એપ્રિલ અને મેં મહિનામાં પરીક્ષા આપવા માટે અરજી કરી શકે છે. પરીક્ષાની તારીખો અને એપ્લિકેશનની વિસ્તૃત જાણકારી સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાય છે.

Jee Main પેપર 1માં મેથેમેટિક્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયો શામેલ છે. દરેક વિષયમાં બહુવિક્લ્પના પ્રશ્નો શામેલ છે. જેમાં નેગેટિવ માર્કિંગ લાગુ રહે છે. જો બે અથવા બેથી વધારે વિદ્યાર્થીઓ Jee Main માં સરખા NTA સ્કોર કરે છો તો એજન્સી પોતાના ટાઇ બ્રેકર નિયમ અનુસાર, ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં જગ્યા આપે છે.

જો બે ઉમેદવારોના બરાબર સ્કોર છે તો મેરિટમાં તેને પ્રાયોરિટી આપવામાં આવશે જેને –

  1. ગણિતમાં વધારે નંબર હશે.
  2. ફિઝિક્સમાં વધારે નંબર હશે.
  3. કેમેસ્ટ્રીમાં વધારે નંબર હશે.
  4. જેની ઉંમર વધારે હશે.

6 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 પર્સેન્ટાઇલ

JEE મેઇન્સ 2021ની પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓને 100 NTA સ્કોર મળ્યા છે. જેમાંથી એક વિદ્યાર્થી ગુજરાતનો છે, તો 2 વિદ્યાર્થીઓ દિલ્હીના છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ચંદીગઢના પણ એક-એક વિદ્યાર્થીઓએ 100 NTA સ્કોર મેળવ્યો છે.

ઉમેદવારનું નામરાજ્ય
સંકેત ઝારાજસ્થાન
પ્રવર કટારીયાદિલ્હી (એનસીટી)
રંજીમ પ્રબળ દાસદિલ્હી (એનસીટી)
ગુરમ્રિત સિંઘચંદીગઢ
સિદ્ધાંત મુખર્જીમહારાષ્ટ્ર
અનંત ક્રિષ્ના કિદાંબીગુજરાત

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33