Last Updated on March 20, 2021 by
જાપાનમાં 7.2ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપ બાદ જાપાનના હવામાન વિભાગે સુનામીની ચેતવણી જાહેર કરી છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક સમય મુજબ 6:09 કલાકે મિયાગી પ્રાંતમાં ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાય હતા જેનું કેન્દ્ર મિયાગી પ્રાંતથી 60 કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરના પેટાળમાં સ્થિત હતું. જેને લઈને હવે જાપાન હવામાન વિભાગે સુનામીની ચેતવણી જાહેર કરી છે.
હાલ કોઈ જાનમાલના નુકશાનના પ્રાથમિક અહેવાલો નથી. સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે. વિસ્તારમાં આવેલ ન્યુક્લિયર પ્લાન્ટની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. અમેરિકન જીઓલોજીકલ સર્વિસના જણાવ્યા મુજબ ભૂકંપની તીવ્રતા 7.0 મેગ્નીટ્યૂડની હતી. ભૂકંપના આંચકા છેક ટોક્યો સુધી અનુભવાયા હતા.
11 માર્ચ 2011માં આવેલ 9 મેગ્નીટ્યૂડની તીવ્રતાના ભૂકંપ બાદજાપાનમાં છેલ્લા 10 વર્ષથી ભૂકંપ અને સુનામીની ચેતવણી નથી આપવામાં આવી. 2011માં આવેલ ભૂકંપ બાદ આવેલ સુનામીમાં ફુકુશિમા તબાહ થઇ ગયું હતું.
મિયાગી પ્રાંતના સેન્ડાઈ શહેરનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં ભૂકંપના ઝટકા સ્પષ્ટ અનુભવ કરી શકાય છે. અંદાજ મુજબ લગભગ 30 થી 35 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જાપાનની આ ત્રેવડી આફતે જાપાનના પૂર્વોત્તર પ્રાંતોને મોટી અસર કરી હતી જેમાં મિયાગી પણ સામેલ હતું. ગત મહિને પણ આ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં કેટલાંક લોકો ઘાયલ પણ થયા હતા.
જાપાન પેસેફિક સીંગ ઓફ ફાયર પર આવેલું છે જ્યાં સક્રિય સીસ્મિક ગતિવિધિઓ ચાલતી રહે છે જે છેક દક્ષિણ એશિયા અને સમગ્ર પેસિફિક બેસિનમાં ફેલાયેલ છે.
જાપાનમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવતા રહે છે જેને લીધે બાંધકામને લઈને કડક નિયમો બનાવવામાં આવેલા છે જેને લીધે કોઈપણ ઇમારત મજબૂતમાં મજબૂત ભૂકંપના ઝટકાઓ સહન કરી શકે અને નુકશાન ઓછામાં ઓછું થાય.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31