Last Updated on March 18, 2021 by
દિલ્હીથી ટનકપુર જઈ રહેલી પૂર્ણાગિરી જનશતાબ્દી એક્સપ્રેસના રોલડાઉન થઈને ઉલ્ટી દિશામાં દોડવા લાગ્યા બાદ સલામત રીતે અટકી જતા દરેકે રાહતનો શ્વાસ લીધો છે. ટ્રેન ઉલટી દિશામાં દોડવાની સુચના મળતાની સાથે જ રેલવે ઓફિસરો હરકતમાં આવી ગયા અને પાછળની તરફનો ટ્રેક ખાલી કરાવી લેવામાં આવ્યો. જે ટ્રેક પર ટ્રેન ઉલ્ટી દિશામાં દોડી રહી હતી. તેના પર નાના-નાના પથ્થરોના ટુકડા રાખીને મોટી દુર્ઘટના સર્જાતી અટકી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે, દિલ્હીથી પીલીભીત થઈને ટનકપુર જઈ રહી પૂર્ણાગિરિ જન શતાબ્દી એક્સપ્રેસ ટનકપુરમાં હોમ સિગ્નલથી જેવી પસાર થઈ રહી હતી જ્યાં એક ગાય ટ્રેનની નિચે આવી ગઈ. ચાલક દ્વારા બ્રેક લગાવીને ટ્રેનને રોકવામાં આવી. તે બાદ જ્યારે ટ્રેનને આગળ વધારવા માટે વેક્યૂમ ખેંચવામાં આવી તો આશ્ચર્યજનક રીતે ટ્રેન ટનકપુર જવાની જગ્યાએ ઉલ્ટી દીશામાં દોડવા લાગી. ટ્રેનમાં સવાર મુસાફરો ઉલ્ટી ટ્રેનને જોઈને દંગ રહી ગયા છે.
ટનકપુર રેલવે સ્ટેશનના અધિક્ષક ડીએસ દરિયાલે જણાવ્યું કે, ટ્રેન રિવર્સ હોવાની સુચના મળતા જ રેલ કર્મચારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. બ્રેક ફેઈલ થઈ ચુકી હતી. તેથી ટ્રેકને અવરોધ કરીને જ ટ્રેનને રોકવી એકમાત્ર વિકલ્પ રહ્યો હતો. જેના લીધે રેલવે કર્મિઓએ આ ટ્રેક પર જગ્યાએ જગ્યાએ નાના-નાના પથ્થર મુકી દીધાં તેનાથી ટ્રેનની રફ્તાર ધીરે-ધીરે ઘટી ગઈ અને ટ્રેન અટકી. અધિક્ષક પ્રમાણે જો ટ્રેક પર મોટા પથ્થરો મુકવામાં આવ્યા હોત તો ટ્રેન પલટી જવાનો ખતરો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31