Last Updated on March 30, 2021 by
જામનગર જિલ્લામાં કોરોનાનુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને હોળી-ધૂળેટીના તહેવારો જિલ્લામાં અનેક પરિવારો માટે ગોજારા નીવડ્યા છે. શનિવાર બપોર પછી આજે બપોર સુધીમાં છેલ્લા 72 કલાકના સમયગાળા દરમિયાન કુલ 11 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ નીપજયા છે. જેથી સમગ્ર જિલ્લામાં કોરોનાનું બિહામણું રૂપ જોવા મળ્યું છે. અને હોળી-ધૂળેટીના તહેવારો ગોઝારા સાબિત થયા છે. ઉપરાંત કોરોનાના કેસોમાં પણ ત્રણ દિવસ દરમિયાન જબરો ઉછાળો જોવા મળ્યો છે.
કોરોનાના કેસોમાં પણ ત્રણ દિવસ દરમિયાન જબરો ઉછાળો જોવા મળ્યો
જામનગર શહેરમાં છેલ્લા 72 કલાક દરમિયાન વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્યમાં ત્રણ દિવસ દરમિયાન 38 સહિત કુલ 109 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જામનગર શહેરના 57 દર્દીને રજા મળી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 25 દર્દીઓએ રજા આપવામાં આવી છે. જેથી ત્રણ દિવસ દરમિયાન કુલ 82 દર્દીઓ સાજા થતાં તેઓને રજા મળી છે.
ત્રણ દિવસ દરમિયાન કુલ 82 દર્દીઓ સાજા થતાં તેઓને રજા મળી
જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, જામનગર શહેરમાં ત્રણ દિવસ દરમિયાન 4,321 લોકોનું કોરોના પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં 2,781 સહિત સમગ્ર જિલ્લામાં 6,102 લોકોનું કોવિડ પરીક્ષણ કરી લેવાયું છે.
મંગળવારે બપોર સુધીમાં છેલ્લા 72 કલાક દરમિયાન કોરોનાના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં વધુ 11 દર્દીઓના મૃત્યુ નિપજ્યા
જામનગર જિલ્લામાં હોળી-ધૂળેટીના પર્વ દરમિયાન શનિવારે બપોર પછીથી આજે મંગળવારે બપોર સુધીમાં છેલ્લા 72 કલાક દરમિયાન કોરોનાના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં વધુ 11 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.જેથી જિલ્લામાં કુલ મૃત્યુનો આંક 1,093નો થયો છે. સાથોસાથ કોરોનાના કેસોમાં પણ જબરો ઉછાળો આવ્યો છે. અને છેલ્લા 72 કલાક દરમિયાન જામનગર શહેરના 71 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 8,373નો થયો છે.
જ્યારે ગ્રામ્ય વિસ્તારના કુલ 38 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો 2,619નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં 11,092 લોકો કોરોના સંક્રમિત થયા છે. ઉપરાંત છેલ્લા 72 કલાક દરમિયાન જામનગર શહેરના 57 અને ગ્રામ્યના 25 મળી 82 દર્દીઓને રજા આપવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયાને વેગવંતી બનાવવામાં આવી
જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધવાના કારણે વહીવટી તંત્ર દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયાને વેગવંતી બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે છેલ્લા 72 કલાક દરમિયાન જામનગર શહેર વિસ્તારમાં ત્રણ દિવસ દરમિયાન 4,321 લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 1,781 સહિત કુલ સમગ્ર જિલ્લામાં 6,102 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે પૈકી 109 પોઝિટિવ કેસ નોંધાયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31