GSTV
Gujarat Government Advertisement

જમ્મુ કાશ્મીરમાંથી મળી આવ્યું PIA લખેલું વિમાન આકારનું બલૂન, સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક

Last Updated on March 30, 2021 by

જમ્મુના કનાચક વિસ્તારમાં સોમવારે એક વિમાનના આકારનુ બલૂન જપ્ત થયુ છે, જેની પર PIA લખેલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ બલૂનને જપ્ત કરીને તપાસ શરૂ કરી દીધી છે. પીઆઈએ લખેલુ આ બલૂન મળવાથી સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. જાણકારી અનુસાર સોમવારે જમ્મુના કનાચક વિસ્તારમાં પોલીસને વિમાનના આકારનુ બલૂન મળ્યુ. આ મહિનાની આવી ત્રીજી ઘટના છે.

બલૂન પાકિસ્તાનથી આવ્યુ હોવાની આશંકા

અગાઉ 16 માર્ચે જમ્મુના ભાલવાલ વિસ્તારમાં પણ વિમાનના આકારનું આવુ એક બલૂન મળ્યુ હતુ. જેની પર પીઆઈએ લખેલુ હતુ. જેની પર પીઆઈએ લખેલુ હતુ. અગાઉ 10 માર્ચે જમ્મુ કાશ્મીરના હીરાનગર સેક્ટરના સોત્રા ચક ગામમાં પણ પીઆઈએ લખેલુ વિમાનના આકારનુ એક બલૂન મળ્યુ હતુ.

સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપી, જે બાદ પોલીસે આને જપ્ત કરી લીધુ હતુ.

વિમાનના આકારના બલૂન પર અંગ્રેજી અને ઉર્દૂમાં પીઆઈએ લખેલુ હોવા સિવાય આના એક ભાગ પર પાકિસ્તાની ધ્વજનું ચિન્હ- અડધો ચંદ્ર અને તારા પણ બનેલા છે. જે બાદ હવે આશંકા વર્તાવાઈ રહી છે કે આ બલૂન પાકિસ્તાન તરફથી આવ્યુ છે, કેમ કે પાકિસ્તાનમાં સરકારી જહાજો અથવા વિમાનો પર પીઆઈએ લખેલુ હોય છે, જેનો અર્થ થાય છે, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ. આને લઈને સુરક્ષા એજન્સીઓ પણ એક્શનમાં આવી ગઈ છે અને ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33