Last Updated on March 26, 2021 by
જમ્મુ-કાશ્મીરના લાવેપોરામાં CRPFના જવાનો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા અને બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલો કરીને નાસી ગયેલા આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષાદળોએ આખો વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
CRPFની ૩૭મી બટાલિયન
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર-બારામુલ્લા હાઈવે નજીક CRPFની ૩૭મી બટાલિયન પેટ્રોલિંગ કરી રહી હતી. એ વખતે શ્રીનગરના લાવેપોર વિસ્તારમાં આવેલા પરિમ્પોરા પોલીસ સ્ટેશન નજીક જવાનો પર અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૃ થયો હતો. આ ફાયરિંગમાં બે જવાનો શહીદ થયા હતા અને બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આખા વિસ્તારને સુરક્ષાદળોએ ગણતરીની મિનિટમાં કોર્ડન કરી લીધું હતું અને હુમલો કરીને નાસી ગયેલા આતંકીઓને પકડી લેવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
આર્મી વડાએ આપ્યું મહત્વનું નિવેદન
આ ઘટનાના સંદર્ભમાં આર્મીના વડા એમ.એમ. નરવણેએ કહ્યું હતું કે એલઓસીમાં માર્ચ મહિનામાં ભલે એક વખત પણ ફાયરિંગ થયું નથી, પરંતુ સરહદની પેલે પાર પાકિસ્તાનમાં અસંખ્ય આતંકવાદીઓના કેમ્પ ધમધમે છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના લોન્ચપેડ કાર્યરત છે અને એ કેમ્પમાંથી ભારતમાં ઘૂસવા માટે સતત આતંકવાદીઓને મોકલવામાં આવે છે.
પાકિસ્તાનમાં ધમધમી રહ્યા છે આતંકી કેમ્પ
ભારતીય લશ્કરના વડાએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પ બંધ થાય તો જ બંને દેશો વચ્ચેના સંબંધો સુધરે તેવી આશા રાખી શકાય. જ્યાં સુધી આતંકવાદીઓને સમર્થન મળતું રહેશે અને (પાકિસ્તાનમાં)આંતરિક મુદ્દા ચાલતા રહેશે ત્યાં સુધી શાંતિ સ્થપાશે નહીં.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31