Last Updated on March 21, 2021 by
અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાતે 9 વાગ્યાથી રાત્રિ કરફ્યૂ લાગી જાય છે. જોકે અમદાવાદના જમાલપુરમાં રાત્રિ કરફ્યૂનો અમલ કરાવતા સમયે પોલીસ સાથે માથાકૂટ થઈ હોય તેવો વીડિયો વાયરલ બન્યો છે.વાયરલ વીડિયોમાં જે રીતે દેખાય છે તે જોતા લોકોને પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેમ દેખાય છે..પોલીસનો કાફલો પહોંચવા છતાં લોકો બિન્દાસ જોવા મળ્યા હતા.
પોલીસ ગાડીઓ નો કાફલો પહોચ્યો છતાં લોકો બિંદાસ્ત
- મોડી રાત્રે કરફ્યુનો અમલ કરાવવા માટે નીકળેલી પોલીસ સાથે દૂર વ્યવહાર
- જમાલપુરમાં નાઈટ કરફ્યુની વાતો માત્ર કાગળ ઉપર
- વિડિયોમાં જોવા મળતા દ્રશ્યો પ્રમાણે જાણે હવે લોકોને પોલીસનો ડર જ રહ્યો નથી
- પોલીસ ગાડીઓ નો કાફલો પહોચ્યો છતાં લોકો બિંદાસ્ત
- પોલીસ ની હાજરીમાં કરફયુનો ભંગ
- Gstv આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી
શહેરમાં કોરોનાના પેશન્ટો પૈકી ઘણાં દર્દીઓ હોમ આઈસોલેશનમાં હોવાની વિગતો પણ સપાટી ઉપર આવી છે. અમદાવાદ શહેરમાં ગત વર્ષે 19 માર્ચના રોજ પહેલો કોરોનાનો કેસ નોંધાયો હતો.બાદમાં ગત વર્ષે 21 નવેમ્બરના રોજ શહેરમાં કોરોનાના કુલ 354 કેસ નોંધાયા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કોરોનાના કેસને પગલે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના 200 દર્દીઓ અને સીવીલ હોસ્પિટલમાં 175 દર્દીઓ સારવાર હેઠળ છે.એસ.વી.પી.હોસ્પિટલમાં આઈ.સી.યુ.બેડ ફૂલ થઈ ગયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31