Last Updated on February 28, 2021 by
મુંબઈમાં મુકેશ અંબાણાના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી ગાડીના કેસમાં જૈશ એ ઉલ હિંદ નામના એક સંગઠને જવાબદારી લીધી છે. આ સંગઠને ટેલીગ્રામ એપ દ્વારા આ વાતની જવાબદારી લીધી છે. કેટલાક દિવસો પહેલા આ સંગઠને દિલ્લીમાં ઈઝરાયલ એમ્બેસી બાહર બ્લાસ્ટની જવાબદારી લીધી હતી. આ સંગઠન તરફથી બિટકોઈનથી પૈસાની ડિમાન્ડ પણ કરવામાં આવી હતી.
મેસેજ દ્વારા તપાસ એજન્સીને ચેલેંજ
સંગઠને એક મેસેજ દ્વારા તપાસ એજન્સીને ચેલેન્જ આપી છે. મેસેજમાં લખ્યું છે કે, રોકી શકો તો રોકી લો, તમે કંઈ કરી શકશો નહિ, જયારે અમે તમારા નાક નીચે દિલ્લીમાં તમને હિટ કર્યા હતા, તમે મોસાદ સાથે હાશ મીલાવ્યો પરંતુ કંઈ થયુ નહિ. તમે લોકો ખરાબ રીતે નાપાસ થયા અને આગળ પણ તમને કોઈ સફળતા મળશે નહિ. મેસેજના અંતે લખ્યું કે, (અંબાણી માટે) તને ખબર છે તારે શું કરવાનું છે. માત્ર પૈસા ટ્રાંસફર કરી દો જે તમને પહેલા પણ કહેવામાં આવ્યુ હતું.
શું છે મામલો
ગત 25 ફે્બ્રુઆરીએ મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એંટિલિયા બહાર કથિત કાર અને 20 જિલેટીનની છડો મળી આવી હતી. બુધવારે રાતે લગભગ 1 વાગ્યા આસપાસ એંટિલિયાની બહાર સ્કોર્પિયો કાર ઉભી રાખવામાં આવી હતી. ત્યાં બે ગાડિઓ જોવા મળી હતી જેમાં એક ઈનોવા કાર પણ સામેલ હતી. ગાડીનો ડ્રાઈવર suvને ત્યાંજ પાર્ક કરીને જતો રહ્યો હતો. ઘરની બહાર કથિત કાર દેખાયા બાદ અંબાણીના ઘરના સૂરક્ષાકર્મિયોઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જે બાદ મામાલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31