Last Updated on March 17, 2021 by
વિશ્વના ઘણા દેશો દ્વારા એસ્ટ્રાઝેનેકા રસી પર લગાવેલા અસ્થાયી પ્રતિબંધથી દરેકની ચિંતા વધી ગઇ હતી.પરંતુ હવે ઇટાલી અને ફ્રાન્સે આ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં બંને દેશો ફરીથી રસીકરણ શરૂ કરશે. એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે આ અંગે ચર્ચા કરી હતી, અને એસ્ટ્રાઝેનેકાના ઉપયોગને ફરીથી રજૂ કરવા હાંકલ કરી હતી. બંને દેશો તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, તેઓ ફક્ત યુરોપિયન મેડિસન એજન્સીના નિવેદનની રાહ જોઇ રહ્યાં છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, એસ્ટ્રાઝેનેકા પર લાદવામાં આવેલા પ્રતિબંધ માત્ર રાજકીય નિર્ણય હતો. કારણ કે, એસ્ટ્રાઝેનેકાની રસી ઓક્સફર્ડના સહયોગથી બનાવવામાં આવી છે .યુરોરિયન દેશોએ બ્રેગ્યુટને લીધે આ રસી ઉપર પ્રતિબંધ મુક્યો હતો .જે એક રાજકીય ચાલ હતી.
એસ્ટ્રાજેનેકાની રસી પર પ્રતિબંદ એ ફક્ત રાજકીય સ્ટંટ હતો
આ રસીને લઈને એવો દાવો કરવામાં આવે છે કે, એસ્ટ્રાજેનેકા પર લગાવેલો પ્રતિબંધ ફક્ત એક રાજકીય સ્ટંટ હતું. કારણ કે, એસ્ટ્રાજેનેકાની વેક્સિન ઓક્સફોર્ડ સાથે મળીને બનાવવામાં આવી છે. ત્યારે આવા સમયે યુરોપીય દેશોએ બ્રેક્ઝિટના કારણે વૈક્સિન પર પ્રતિબંધ લગાવ્યો હતો, જે એક રાજકીય પગલું હતું.
એવો દાવો કરતા હતાં કે રસી લીધા બાદ લોહી જામ થઈ જાય છે
આપને જણાવી દઈએ કે, લગભગ બે ડઝલ યુરોપીય દેશોએ છેલ્લા કેટલાક દિવસોની અંદર જ એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર હંગામી ધોરણે પ્રતિબંધ લગાવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, વેક્સિન લીધા બાદ અમુક લોકોના શરીરમાં લોહી જામી જાય છે. જેનો ખૂબ ખરાબ અસર ઉભી થાય છે.
યુરોપીય દેશોમાં અંદર ખાને જ વિરોધ શરૂ થયાં
વેક્સિનેશન રોકાયા બાદ યુરોપીય દેશોમાં અલગ અલગ જૂથો બનવા લાગ્યા હતા, જે આ બૈનનો વિરોધ કરી રહ્યા હતા. ઈટલીના મેડિસીન રેગ્યુલેટર દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, ઈટલીએ ફક્ત એટલા એસ્ટ્રેજેનેકા પર પ્રતિબંધ લગાવ્યો હતો, કારણ કે, તે જર્મની અને ફ્રાન્સે લગાવેલા પ્રતિબંધ બાદ તેના પર દબાણ ઉભુ કરતા હતા.
આપને જણાવી દઈએ કે, યુરોપીય દેશો અને બ્રિટેન વચ્ચે બ્રેક્ઝિટ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હજૂ ગત વર્ષે જ બ્રેક્ઝિટને મંજૂરી મળી હતી. તો વળી જો એસ્ટ્રાજેનેકાની વૈક્સીનની વાત કરીએ તો, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આ વૈક્સિનને એકદમ સુરક્ષિત ગણાવી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31