Last Updated on March 4, 2021 by
મહારાષ્ટ્રમાં આવકવેરા વિભાગે ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ સાથે ઘણા કલાકની પૂછપરછ ખતમ થઇ ગઈ છે. જો કે વિભાગ તરફથી આ અભિયાન મોડી રાત સુધી ચાલ્યું. આવકવેરા વિભાગે ટેક્સ ચોંટી મામલે આ સ્ટારોના ઘરે રેડ કરી છે. બંને બૉલીવુડ સ્ટાર સાથે આવકવેરા વિભાગે પૂછપરછ લગભગ 11 વાગ્યા સુધી ચાલી. આ તપાસ આજે ગુરુવારે પણ જારી રહેશે. સાથે જ વિભાગે ચાર કંપનીઓ ફેન્ટમ ફિલ્મ, કવોન, એકસીડ, રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ ત્યાં પણ રેડ કરી છે. તાપસી અને અનુરાગ કશ્યપ ઉપરાંત મધુ મનટેના, વિકાસ બહેલ અને ઘણા અન્યને ત્યાં પણ કાર્યવાહી ચાલુ રહેશે અને આજે તપાસ કરવામાં આવશે.
તપાસમાં લાગી રહી છે 3 દિવસ
આવકવેરા વિભાગ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે અનુરાગ કાશ્યપના એક ઓફિસર સહીત અન્ય સ્થાનો પર સર્ચ ઓપરેશન હજુ જારી છે. સૂત્રનું કહેવું છે કે અમને અમારી તપાસ પુરી કરવામાં લગભગ 3 દિવસનો સમય લાગી શકે છે કારણ કે ઘણી સાવધાની સાથે પોતાની પ્રક્રિયા કરીએ છીએ. સૂત્રો અનુસાર, અધિકારી તમામ ડિજિટલ સાક્ષ્યનું બેક અપ રાખી રહ્યા છે તેમને તપાસ દરમિયાન મળેલ અને આ કારણે એમાં સમય લાગી શકે છે. આવકવેરા વિભાગના અધિકારી પાસે પહેલાથી હાજર પુરાવાના આધારે વ્યક્તિઓ પાસે પૂછપરછ થઇ રહી છે.
આઈટી વિભાગનો દાવો છે કે સર્ચ ઓપરેશન દર્મિયાન તેમને ઘણા મહત્વપૂર્ણ પુરાવા અને વસ્તુઓ મળે છે. મળતી માહિતી મુજબ પહેલા મુંબઈ અને પુણેમાં 20થી 22 સ્થાનો પર આવક વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં અનુરાગ કશ્યપ , તાપસી પન્નુ, વિકાસ બહેલ, મધુ મનટેના અને ઘણા અન્ય ઉપરાંત ફેન્ટમ ફિલ્મ્સ તથા અન્ય ત્રણ સંસ્થાઓ સામેલ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31