GSTV
Gujarat Government Advertisement

ISROનું સાહસિક પગલું/ ઈસરોએ પ્રથમ વખત પ્રકાશના કણો પર મોકલ્યો મેસેજ, હેક કરવો અસંભવ

Last Updated on March 23, 2021 by

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો)એ પહેલી વખત એક એવી તકનીકનું પ્રદર્શન કર્યું છે જેમાં મોકલવામાં આવેલા મેસેજને કોઈ પણ કિંમતે હેક કરવો અશક્ય બની જશે. ઈસરોએ 300 મીટરના અંતર સુધીના ફ્રી-સ્પેસ ક્વોન્ટમ કોમ્યુનિકેશનનું સફળ પરીક્ષણ કર્યું છે. મતલબ કે, ઈસરોએ પ્રકાશના કણ ફોન્ટોસ દ્વારા મેસેજને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં સફળતા મેળવી લીધી છે. 

પ્રકાશના કણ ફોન્ટોસ દ્વારા મેસેજને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં સફળતા મેળવી

ફ્રી-સ્પેસ ક્વોન્ટમ કોમ્યુનિકેશનની તકનીકને ક્વોન્ટમ ડિસ્ટ્રિબ્યુશન પણ કહે છે. તેમાં કોઈ મેસેજ, ચિત્ર કે વીડિયોને પ્રકાશ કણ ફોન્ટોસમાં નાખવામાં આવે છે. તેને ખાસ પ્રકારના ટ્રાન્સમીટરની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે અને ખાસ પ્રકારનું રીસિવર જ તેને પ્રાપ્ત કરી શકે છે. 

isro

એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે અને ખાસ પ્રકારનું રીસિવર જ તેને પ્રાપ્ત કરી શકે છે

ઈસરોએ સ્વદેશી તકનીક વડે વિકસિત NAVIC રીસિવરને અપગ્રેડ કરીને એ લાયક બનાવ્યું કે તે ફ્રી-સ્પેસ ક્વોન્ટમ કોમ્યુનિકેશનને પ્રદર્શિત કરી શકે. જો ઈસરો આ તકનીકને શક્તિશાળી સ્તરે વિકસિત કરવામાં સફળ થશે તો અંતરિક્ષથી મોકલવામાં આવેલા મેસેજ અને આપણા સેટેલાઈટના મેસેજને ખૂબ ઓછા સમયમાં અત્યંત સુરક્ષિત રીતે પ્રાપ્ત કરી શકાશે. તે મેસેજને કોઈ દેશ કે હેકર હેક નહીં કરી શકે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33