GSTV
Gujarat Government Advertisement

ઈઝરાયલમાં ચૂંટણીમાં પીએમ મોદીના ખાસ દોસ્ત નેતન્યાહૂની કારમી હાર, અહીં પણ ‘રામ’ની જીત

Last Updated on March 25, 2021 by

ઈઝરાયલમાં મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં કાંટાની ટક્કર બાદ ‘રામ’ (Ra’am) નામની એક કટ્ટર અરબ ઈસ્લામિક પાર્ટી કિંગમેકર બનીને ઉભરી આવી છે. ગુરૂવારે સવાર સુધીમાં 90 ટકા મતની ગણતરી થઈ એ પછી પણ ઘોર દક્ષિણપંથી ગણાતા નેતન્યાહૂની પાર્ટી લિકુડ અને તેના સહયોગી દળોને 59 બેઠકો મળતી જણાઈ રહી છે.

ઈઝરાયલની સંસદ નેસેટમાં કુલ 120 બેઠકો છે. એ સંજોગોમાં બહુમત માટે બેન્જામિન નેતન્યાહૂએ ગમે તેમ કરીને ઓછામાં ઓછી 61 બેઠકોની વ્યવસ્થા કરવી પડશે.

નેતન્યાહૂના ગઠબંધન અને વિપક્ષમાં માત્ર 3 બેઠકનું અંતર

વડાપ્રધાન નેતન્યાહૂના ગઠબંધન અને તેમના વિરોધી દળોના ગઠબંધન વચ્ચે ખૂબ ઓછું અંતર છે. નેતન્યાહૂના વિરોધી દળોના ગઠબંધનને 56 બેઠકો મળશે તેવું અનુમાન છે. આ સંજોગોમાં રામ પાર્ટીની સરકાર બનાવવામાં મોટી ભૂમિકા દેખાઈ રહી છે. આ ચૂંટણીમાં રામ પાર્ટીને ઓછામાં ઓછી 5 બેઠક મળશે તેવું અનુમાન છે. જો તે લિકુડ પાર્ટીના ગઠબંધનને સમર્થન આપે તો નેતન્યાહૂનું ફરી વડાપ્રધાન બનવાનું સપનું પૂરૂ થશે.

નેતન્યાહૂ

નેતન્યાહૂનો કટ્ટર રાષ્ટ્રવાદ મુશ્કેલીરૂપ બની શકે

બેન્જામિન નેતન્યાહૂ પોતાની કટ્ટર રાષ્ટ્રવાદી વિચારધારા માટે ઓળખાય છે. તેઓ ફિલિસ્તાનીઓને વધુ છૂટ આપવાના અને ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી કોલોનીઓના વિસ્તારને રોકવાની વિરૂદ્ધ છે. જ્યારે રામ પાર્ટીની વિચારધારા આનાથી તદ્દન વિપરિત છે. આ સંજોગોમાં રામ પાર્ટી પોતાની અપ્રાકૃતિક સહયોગી ગણાતી કટ્ટર રાષ્ટ્રવાદી લિકુડ પાર્ટીને સમર્થન આપશે કે કેમ તે જોવાનું રહ્યું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33