GSTV
Gujarat Government Advertisement

એલર્ટ/શિવરાત્રિના પર્વને માતમમાં બદલવા ISIએ હુમલાનું કાવતરૂ ઘડયું, આ શિવ મંદિરો આતંકીઓના નિશાના પર

શિવરાત્રિ

Last Updated on March 11, 2021 by

કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે પીઓેકેમાં મોટા પ્રમાણમાં આતંકી કેમ્પો ફરી સક્રિય થઇ ગયા છે. જ્યાં આતંકીઓને હુમલા તેમજ ભારતમાં ઘુસણખોરીની તાલીમ આપવામાં આવે છે. આ માહિતી રાજ્યસભામાં રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન જી કિશન રેડ્ડીએ આપી હતી. આ પરિસ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે મહાશિવરાત્રિ પર બિહારમાં મોટો આતંકી હુમલો થવાની ભીતિ છે. આતંકીઓના નિશાના પર મંદિર અને સ્ટેશન હોવાના અહેવાલો સામે આવ્યા છે.

આતંકી હુમલાની શક્યતાના આ અહેવાલો સામે આવ્યા બાદ બિહારમાં મહત્વના શિવ મંદિરોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રીકો જે ટ્રેનોનો ઉપયોગ કરશે તેની સુરક્ષા પણ વધારવામાં આવી રહી છે. ખાસ કરીને જે રેલવે સ્ટેશનો પર વધુ ભીડ થાય છે તે આતંકીઓના નિશાના પર હોવાની શક્યતાઓ છે.

શિવરાત્રી

હિઝબુલ સાથે મળી પાક.ની કુખ્યાત ગુપ્તચર સંસ્થા ISIએ હુમલાનું કાવતરૂ ઘડયું, એલર્ટ જાહેર

ખાસ કરીને બિહારના છપરા જિલ્લામાં આવેલુ એક પ્રાચિન મંદિર આતંકીઓના નિશાના પર હોવાની શક્યતાઓ છે. ભગવાન હરિહરનાથ શિવ મંદિર પટના અને વૈશાલી જિલ્લાના મુખ્યાલયની પાસે આવેલુ હોવાથી અહીં ગુરૂવારે શિવરાત્રી પર ભારે ભીડ એકઠી થાય છે. ગુપ્તચર વિભાગે બિહારમાં આતંકી હુમલાનું એલર્ટ પણ જાહેર કર્યું છે.

એવા અહેવાલો છે કે હિઝબુલ મુજાહિદ્દીન અને આઇએસઆઇના સ્લીપર સેલ મહાશિવરાત્રી પર્વ પર ભીડ વાળા વિસ્તારોમાં આતંકી ઘટનાઓને અંજામ આપી શકે છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ બિહારના મોટા ભાગના પ્રસિદ્ધ શિવ મંદિરોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

શિવરાત્રી

કાશ્મીરમાં જૈશનું કાર વિસ્ફોટનું કાવતરૂં નિષ્ફળ, ચાર આતંકીઓ ઝડપાયા

જિલ્લા પ્રશાસનો દ્વારા આ પ્રકારના ભીડ વાળા વિસ્તારોમાં બેરિકેડિંગ તેમજ ડ્રોપગેટ લગાવવામાં આવી રહ્યા છે. ડ્રોન કેમેરાથી પણ ભીડ પર નજર રાખવામાં આવશે. આતંકી હુમલાના આ એલર્ટ વચ્ચે પોલીસે જૈશ-એ-મોહમ્મદના એક હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.

કાશ્મીરના આઇજીપી વિજય કુમારે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં જૈશ નામનું આતંકી સંગઠન એક મોટા કાર વિસ્ફોટને અંજામ આપવા માગતું હતું. કાવતરૂ ઘડનારા ચાર આતંકીઓને પેમ્પોરમાંથી પકડી લેવામાં આવ્યા છે. ટેલિગ્રામ નામની એપ્લિકેશન દ્વારા આતંકીઓએ કેટલાક સૃથાનિક યુવકોનો પણ ઉપયોગ કર્યો હતો.

હાલ પીઓકેમાં આતંકી કેમ્પો ધમધમરી રહ્યાની સરકારે કબુલાત કરી છે ત્યારે ભારતીય સૈન્ય હવે આતંકીઓની ઘુસણખોરીને નિષ્ફળ બનાવવા માટે ટેક્નોલોજી અને સૈન્ય બન્નેની મદદ લઇ રહ્યું છે, આ જાણકારી રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન શ્રીપદ નાઇકે લોકસભામાં આપી હતી. સૈન્યને એન્ટી ઇન્ફિલ્ટ્રેશન ઓબ્ટેકલ સિસ્ટમ (એઆઇઓએસ) અને સર્વેલંસ એન્ડ મોનિટરિંગ ડીવાઇસ આપવામા આવ્યા છે.

આતંકી

હુમલાને ટાળવા મરીન ડ્રાઈવ પર બેરિઅર્સ મૂકાયા

એક અઠવાડિયાથી પાલિકાએ મરીન ડ્રાઈવ પર સ્ટીલના બેરિઅર્સ ઉભા રાખ્યા છે. જ્યાં સતત પર્યટકો અને સ્થાનિકોની અવરજવર રહે છે. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘ગુપ્તચરો દ્વારા મળેલી માહિતીને આધારે આતંકવાદી હુમલાઓને ટાળવા માટે બેરિઅર્સ મૂકવામાં આવ્યા છે. બેરિઅર્સની ઉંચાઈ ઓછી રખાશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33