Last Updated on April 2, 2021 by
કોરોના વેક્સિન લીધા પછી શું કરવું અને શું ન કરવું તેને લઈને ઘણા સમયથી ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા થઇ રહી છે. જોકે સૌથી મહત્વનો અને ધ્યાન ખેંચતો મુદ્દો જો કોઈ હોય તો તે જાતીય સંબંધ બાંધવાનો છે. કોરોના વેક્સિન લીધા બાદ સેક્સ કરી શકાય કે નહીં તેના પર સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઉઠીએ રહ્યા છે. જોકે સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે કોઈ ઔપચારિક દિશાનિર્દેશ જાહેર નથી કર્યા. પરંતુ તબીબી નિષ્ણાતો સલાહ આપે છે કે કોરોનાની રાશિનો બીજો ડોઝ લીધા બાદ પુરુષો અને મહિલાઓએ ગર્ભનિરોધકનો અચૂક ઉપયોગ કરવો જોઈએ.
ડૉ. દિપક વર્મા, ઈંટરનલ મેડિસિન, કોલંબિયા એશિયા હોસ્પિટલ, ગાજિયાબાદે જણાવ્યુ છે કે, SARS-CoV2 એક નોવેલ વાયરસ છે અને તેને અસર વગરની બનાવવા માટે વૈક્સીન બનાવામાં આવી છે. હાલમાં એ કહેવુ મુશ્કેલ છે કે, આ રસીનો કોઈ લોંગ ટર્મ દુષ્પ્રભાવ છે અને શું તે ઈંટરકોર્સ કરવા પર કોઈ પુરૂષ કે મહિલાને પ્રભાવિત કરી શકે છે કે નહીં., સેક્સ કરવાથી હંમેશા દૂર રાખવુ એ કોઈ મહિલા કે પુરૂષ માટે સંભવ નથી. આજના સમયમાં પરિસ્થિતીને જોતા ડો. દીપક વર્મા કહે છે કે, રોકી રાખવુ એ સૌથી સારો વિકલ્પ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ ઓછામાં ઓછા 2થી 3 સપ્તાહ સુધી પુરુષો અને મહિલાઓએ ગર્ભનિરોધક જેવા કે કોન્ડોમ વગેરેનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે. એવું એટલા માટે કે સેક્સ દરમ્યાન શરીરના તારણ પદાર્થ પરસ્પર સંપર્કમાં આવે છે. તેમે જણાવ્યું કે ખાબ નહીં કે વેક્સિન આપણા પર કેવો પ્રભાવ કરે છે એટલે આ સમયે કોન્ડોમનો ઉપયોગ કરવો સૌથી યોગ્ય અને સૌથી પ્રભાવી રહેશે. તેમણે એમ પણ સલાહ આપી છેકે વેક્સિન લેવા માટે લાભાર્થી મહિલાઓએ વેક્સિનેશન પહેલા સ્ત્રી રોગ નિષ્ણાત સાથે ચર્ચા કરી લેઇ જરૂરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31