Last Updated on March 11, 2021 by
ભાજપના વરીષ્ઠ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આડકતરી રીતે ટીકા કરી છે. સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું છે કે મોદી સચ્ચાઇના સ્તર સુધી પહોંચી ગયા છે, ભારતના વૈશ્વિક નેતા હોવાના દાવાઓની હવા નિકળી ગઇ છે. સ્વામીએ સાથે મોદીને સલાહ આપી છે મોદીએ હવે બ્રિક્સ અથવા ક્વાડ આ બન્નેમાંથી એક સંગઠનની પસંદગી કરવાનો સમય આવી ગયો છે. નહીં તો મોદી પંચતંત્રના ચામાચીડિયા બનીને રહી જશે.
સ્વામીનું આ નિવેદન ભારત અને ચીન સરહદે વિવાદ ચાલી રહ્યો છે તેના સંદર્ભમાં
સ્વામીનું આ નિવેદન ભારત અને ચીન સરહદે વિવાદ ચાલી રહ્યો છે તેના સંદર્ભમાં છે. શુક્રવારે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના સંગઠન ક્વાડની ઓનલાઇન બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં નરેન્દ્ર મોદી, અમેરિકાના પ્રમુખ જો બાઇડેન, જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન વચ્ચે વાતચીત થશે. આ બેઠકમાં કોરોના અને સુરક્ષા જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતાઓ છે. જ્યારે ભારત અન્ય એક સંગઠન બ્રિક્સ સાથે પણ જોડાયેલો છે, બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના સામેલ છે. બ્રિક્સની આગામી સમિટ ભારતમાં યોજાવા જઇ રહી છે.
ભારત અન્ય એક સંગઠન બ્રિક્સ સાથે પણ જોડાયેલો છે
એવામાં સુબ્રમણ્યમ સ્વામીએ મોદીને સલાહ આપી છે કે તેઓ કોઇ એક સંગઠનને પસંદ કરે અન્યથા તેઓ પંચતંત્રના ચામાચીડિયા બનીને રહી જશે. સ્વામીએ આ નિવેદન ચીન સરહદે ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને આપ્યું છે. સ્વામીએ જ્યારે બ્રિક્સ આૃથવા ક્વાડમાંથી કોઇ એકને પસંદ કરવાની સલાહ આપતી ટ્વિટ કરી ત્યારે એક યૂઝરે કહ્યું કે મોદી ક્વાડની સાથે બેઠક યોજવાના છે.
જેના જવાબમાં સ્વામીએ કહ્યું કે બાદમાં મુખ્ય મહેમાન તરીકે નવી દિલ્હીમાં મોદી શી જિનપિંગ સાથે બ્રિક્સમાં બેઠક યોજવા જઇ રહ્યા છે. સ્વામીએ પહેલાની ટ્વિટમાં કહ્યું હતું કે મોદી પોતાની સચ્ચાઇની ક્ષણની નજીક પહોંચ્યા છે. ભારત વિશ્વ લીડર હોવાના દાવાની હવા નીકળી ગઇ છે. હાલ અમેરિકા અને ચીન બન્ને આંતરરાષ્ટ્રીય સ્તરે કટ્ટર વિરોધી દેશો છે. એવામાં ભારત માટે એ નિર્ણાયક મામલો રહેશે કે કોની સાથે રહેવા માગે છે. આ અંગે ભવિષ્યમાં ભારત પર આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ પણ આવી શકે છે.
અમેરિકા અને ચીન બન્ને આંતરરાષ્ટ્રીય સ્તરે કટ્ટર વિરોધી દેશો
ચીન ભારત વિરોધી રહ્યું છે પણ હાલ તેણે પોતાનું વલણ અમેરિકાના ચૂંટણી પરીણામો બાદ બદલ્યું છે. ભારતે ચીનની ઘણી શરતો માની હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ સિૃથતિ વચ્ચે હવે મોદીએ એ નક્કી કરવાનું રહેશે કે તેઓ ચીન સામેલ છે તે બ્રિક્સમાં રહેવા માગે છે કે ક્વાડમાં તેવી સલાહ સ્વામીએ આપી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31