GSTV
Gujarat Government Advertisement

વર્લ્ડબેંકના આંકડાથી ખુલી પોલ/ ભારત 40 વર્ષની સૌથી મોટી મંદીમાઃ ગરીબોની સંખ્યા 1 વર્ષમાં ડબલથી વધુ , મધ્યમવર્ગીય વસતીમાં મોટો ઘટાડો

Last Updated on March 19, 2021 by

છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ મહામારીએ આખી દુનિયામાં કોહરામ – અરાજકતા પેદા કરી દીધી છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લેતું. કોરોના સંક્રમણ રહેતાં મિડલ ક્લાસ- મધ્યમવર્ગીય લોકોની સંખ્યમામાં મોટો ઘટાડો થયો છે. વર્લ્ડ બેંકના આંકડા મુજબ, કોરોનો વાયરસ રોગચાળાને પગલે ઊભી થયેલી નાણાંકીય સંક્ટને લીધે ગત વર્ષે લગભગ 3.2 કરોડ  ભારતીયો મધ્યમ વર્ગમાંથી બહાર નીકળી ગયા છે. તે જ સમયે, નોકરીઓ ગુમાવવાને કારણે કરોડો લોકો ગરીબી રેખા હેઠળ આવી ગયા છે.

એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારે મંદીમાં

પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારે મંદીમાં છે. વર્લ્ડ બેંકના ડેટાના વિશ્લેષણ પર આધારીત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તુલનાત્મક રૂપથી ચીને સારું પ્રદર્શન કર્યું છે જેમાં મધ્યમ વર્ગના લોકોની સંખ્યામાં ફક્ત 1 કરોડનો ઘટાડો થયો છે, જ્યારે 2020 માં ગરીબીનું સ્તર લગભગ યથાવત રહ્યું.

મોટા પ્રમાણમાં લોકોની નોકરીઓ છૂટી ગઈ

રિપોર્ટ મુજબ, કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનથી આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ હતી. એનાથી ભારતમાં 40 વર્ષમાં સૌથી મોટી આર્થિક મંદીમાં ડૂબી ગયો, કારણ કે મોટા પ્રમાણમાં લોકોની નોકરીઓ છૂટી ગઈ. જ્યારે ચીન એક સંકોચન અટકાવવામાં સક્ષમ હતું. જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવેલા વર્લ્ડ ઇકોનોમિક અપડેટમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) નાણાકીય વર્ષ 2020-21માં ભારતના અર્થતંત્રમાં 8 ટકાનો ઘટાડો થવાનો અંદાજ લગાવ્યો હતો, જ્યારે 2020 માં ચીનની અર્થવ્યવસ્થામાં 2.3 ટકાનો વિકાસ થવાની ધારણા હતી.

ઘટતી મધ્યમ વર્ગની વસ્તીની શું અસર થશે

રોજના 10થી 12 ડોલરની કમાણી કરનારાને મીડલ ક્લાસમાં ગણતરી કરવામાં આવે છે. મહામારી આંશિક રૂપથી ગરીબી ઘટાડવામાં ભારતની સફળતા પર પાણી ફેરવી શકે છે પરંતુ દેશમાં વપરાશને વધારતા મધ્યમ વર્ગની વસ્તીના સંકોચનને પરિણામે ભારતના વિકાસ પર મધ્યમ પ્રભાવ પડી શકે છે. રોગચાળાના એક વર્ષ દરમિયાન મધ્યમ વર્ગના લોકોની સંખ્યા ઘટીને 6.6 કરોડ સુધી સીમિત થઈ ગઈ છે જે કોરોના રોગચાળા પહેલા 9 .9 કરોડ કરતા એક તૃતીયાંશ ઓછી છે. દરમિયાન, ભારતમાં ગરીબોની સંખ્યા 13.4 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે, જે મંદી પહેલા 5.9 કરોડના બમણા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33