GSTV
Gujarat Government Advertisement

ફજેતો/ ભારત સરકારના અથાગ પ્રયત્ન છતાં વિશ્વમાં દર 3માંથી 1 બાળ લગ્ન ભારતમાં, મહિલા સુરક્ષા મસમોટી વાતો

Last Updated on March 9, 2021 by

સમગ્ર વિશ્વમાં જેટલી પણ બાળવધુઓ છે તે પૈકીની અડધી ફક્ત ભારત સહિતના 5 દેશોની છે. તેમાં પણ પ્રત્યેક 3માંથી 1 ભારતની છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ યુનિસેફ દ્વારા આ અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો હતો. બાળ વિવાહના વિરોધમાં ચાલી રહેલા અભિયાનમાં કોવિડ-19 ભારે મોટી અડચણ બન્યું છે અને શતાબ્દીના અંત સુધીમાં બાળવધુઓની સંખ્યામાં 10 મિલિયનનો વધારો થઈ શકે છે.

બાળ વિવાહના વિરોધમાં ચાલી રહેલા અભિયાનમાં કોવિડ-19 ભારે મોટી અડચણ બન્યું

વિશ્વમાં જેટલી પણ બાળવધુઓ છે તે પૈકીની અડધી ફક્ત ભારત સહિતના 5 દેશોની

એક અહેવાલ પ્રમાણે આશરે 65 કરોડ મહિલાઓ એવી છે જેમના બાળપણમાં જ વિવાહ કરી દેવાયા હતા. તે પૈકીની અડધી સંખ્યા બાંગ્લાદેશ, બ્રાઝિલ, ઈથોપિયા, ભારત અને નાઈજીરીયાથી નોંધાયેલી છે. મહામારીના કારણે છેલ્લા એક વર્ષ જે સ્થિતિ બની તેમાંથી બાળકીઓ અને તેમના પરિવારને બહાર લાવવા તાત્કાલિક પ્રયત્નો કરવાની જરૂર છે.

બાળકીઓ અને તેમના પરિવારને બહાર લાવવા તાત્કાલિક પ્રયત્નો કરવાની જરૂર

યુનિસેફના કારોબારી સંચાલક હેનરીટા ફોરના કહેવા પ્રમાણે સામાજીક, આર્થિક અને સ્વાસ્થ્ય સેવાઓ દ્વારા સ્થિતિ સુધારવાની જરૂર છે. તે સિવાય કાયદાઓનું યોગ્ય પાલન પણ મોટી ભૂમિકા ભજવશે. યુનિસેફના કહેવા પ્રમાણે છેલ્લા દશકામાં જે 25 મિલિયન બાળકોના બાળ વિવાહ અટકાવવામાં આવ્યા તેમાં આગળ મોટા પડકારો છે.

નેશનલ ફેમિલિ હેલ્થ સર્વે (NFHS)ના આંકડાઓ પ્રમાણે 1992-93માં બાળવધુઓની સંખ્યામાં મોટો તફાવત આવ્યો અને તે 54થી ઘટીને 27 ટકાએ પહોંચી હતી. છેલ્લા દશકામાં તેમાં સતત ઘટાડો નોંધાયો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33