Last Updated on March 28, 2021 by
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટે અને ટી 20 સીરીઝ બાદ ટીમ ઈંડિયાએ વન ડેમાં પણ કમાલ કરી છે. પુણે ખાતે રમાઈ રહેલી સીરીઝની અંતિમ અને ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 7 રને હરાવ્યુ છે. આ જીત સાથે જ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ સીરીઝ પર 2-1થી કબ્જો કરી લીધો છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે આમંત્રણ આપ્યુ હતું. ટીમ ઈન્ડિયાએ 48.2 ઓવરમાં 329 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈગ્લેન્ડની ટીમે 9 વિકેટ ખોઈને 322 રન જ બનાવી શકી હતી.
India vs England, 3rd ODI: India defeat England by 7 runs in Pune pic.twitter.com/66rwShMQpN
— ANI (@ANI) March 28, 2021
ભારતે 330 રનનો ટાર્ગેટ આપ્યો
ભારત ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચમાં પુણે ખાતે 48.2 ઓવરમાં 329 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતે એકસમયે 25 ઓવરની અંદર 4 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ કરિયરની ત્રીજી અને સાતમી ફિફટી ફટકારી ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બંનેએ અનુક્રમે 78 અને 64 રન બનાવ્યા હતાં. તે સિવાય ઓપનર શિખર ધવને 32મી ફિફટી મારી 67 રનનું યોગદાન આપ્યું હતું.
That Winning Feeling ??#TeamIndia beat England by 7 runs in the third & final @Paytm #INDvENG ODI and complete a 2-1 series win. ??
— BCCI (@BCCI) March 28, 2021
Scorecard ? https://t.co/wIhEfE5PDR pic.twitter.com/mqfIrwJKQb
પંતની વનડેમાં ત્રીજી ફિફટી
ઋષભ પંતે પોતાના વનડે કરિયરની ત્રીજી ફિફટી ફટકારતાં 62 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 78 રન બનાવ્યા હતા. તે સેમ કરનની બોલિંગમાં જોસ બટલર દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે અને હાર્દિક પંડ્યાએ પાંચમી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી.
As @ashwinravi99 would say – ” Wicket Takooor”@Paytm #INDvENG pic.twitter.com/ItuE1Wpy87
— BCCI (@BCCI) March 28, 2021
હાર્દિક પંડ્યાએ ભારતીય ઇનિંગ્સની 28મી ઓવરમાં ત્રણ સિક્સ મારી હતી. મોઇન અલીએ નાખેલી ઓવરના પહેલા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ, પાંચમા બોલે ડીપ મિડવિકેટ અને છઠ્ઠા બોલે ડીપ સ્કવેર લેગ પર સિક્સ મારી હતી. ત્રણ સિક્સ ઉપરાંત બે સિંગલ સહિત ઓવરમાં 20 રન આવ્યા હતા.
What a catch by the Captain and @imShard picks up his fourth wicket.
— BCCI (@BCCI) March 28, 2021
Take a bow @imVkohli ?
Live – https://t.co/wIhEfE5PDR #INDvENG @Paytm pic.twitter.com/VpsV5xF3yv
ભારતની પ્લેઈંગ 11:
શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન અને પ્રસિદ્વ કૃષ્ણ
ઇંગ્લેન્ડની પ્લેઈંગ-11:
જેસન રોય, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ડેવિડ મલાન, જોસ બટલર (કેપ્ટન/ વિકેટકીપર), લિયમ લિવિંગ્સ્ટોન, મોઇન અલી, સેમ કરન, માર્ક વુડ, આર. ટોપ્લે અને આદિલ રાશિદ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31