GSTV
Gujarat Government Advertisement

IND VS ENG : વન-ડે સીરિઝમાં ઈંગ્લેન્ડનો પલટવાર, ભારતને 6 વિકેટે હરાવ્યું, શ્રેણી 1-1 બરાબર

Last Updated on March 26, 2021 by

ઈંગ્લેન્ડે વન-ડે સીરિઝના બીજા મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હરાવી દીધું છે. આ જીતની સાથે ઈંગ્લેન્ડે સીરિઝમાં 1-1ની બરોબરી કરી હતી. ઈન્ડિયાએ પહેલા બેટીંગ કરીને 50 ઓવરમાં 336 રન બનાવ્યાં હતાં. ઈંગ્લેન્ડે 337 રનનો લક્ષ્યાંક 43.3 ઓવરમાં જ હાસલ કરી લીધો હતો. જોની બેયરસ્ટોએ 124 રન કર્યાં હતાં. જ્યારે બેન સ્ટોક્સે 99 રનની તોફાની રમત રમી હતી.

ઈંગ્લેન્ડની સીરિઝમાં વાપસી

ઈંગ્લેન્ડની વન-ડે સીરિઝના બીજા મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટી હરાવી દીધું છે. આ જીતની સાથે ઈંગ્લેન્ડે સીરિઝમાં 1-1ની બરોબરી કરી સીરિઝમાં વાપસી કરી છે. જોની બેરસ્ટોએ પોતાના કરિયરની 11મી સદી ફટકારતાં 11 ફોર અને 7 સિક્સની મદદથી 124 રન બનાવ્યા હતા. કૃષ્ણ પ્રસિદ્ધની બોલિંગમાં વિરાટ કોહલીએ કેચ પકડીને આઉટ થયો હતો. જોસ બટલર પણ તે જ ઓવરમાં ખાતુ ખોલાવી શક્યો ન હતો અને ઝીરો રન ઉપર જ બોલ્ડ થયો હતો.

ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે છેલ્લી 5 વન-ડેમાંથી ચારમાં હાર્યું છે. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ 1 રન માટે સદી ચૂક્યો હતો. તેણે પોતાના વનડે કરિયરની 21મી ફિફટી ફટકારતાં 52 બોલમાં 4 ફોર અને 10 સિક્સની મદદથી 99 રન કર્યા. તે ભુવનેશ્વર કુમારની બોલિંગમાં વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો. તેણે અને બેરસ્ટોએ બીજી વિકેટ માટે 175 રનની ભાગીદારી કરી હતી.

ભારતે આપ્યો 337 રનનો ટાર્ગેટ

ભારતે ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં પુણે ખાતે 50 ઓવરમાં 6 વિકેટે 336 રન કર્યા છે. ટીમ ઇન્ડિયા માટે લોકેશ રાહુલે વનડે કરિયરની પાંચમી ફિફટી ફટકારતાં 108 રન બનાવ્યા. જ્યારે ઋષભ પંતે 77 અને વિરાટ કોહલીએ 66 રનનું યોગદાન આપ્યું. હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 35 રન ફટકારીને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો.

ઇંગ્લેન્ડ માટે રીસ ટોપ્લે અને ટોમ કરને 2-2 વિકેટ, આદિલ રાશિદ અને સેમ કરને 1-1 વિકેટ ઝડપી. લોકેશ રાહુલે પોતાના વનડે કરિયરની પાંચમી સદી ફટકારતાં 114 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 108 રન બનાવ્યા. તે ટોમ કરનની બોલિંગમાં આઉટ થયો હતો. તેણે અને ઋષભ પંતે ચોથી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી.

કેપ્ટન કોહલીએ બનાવ્યો આ રેકોર્ડ

વિરાટ કોહલીએ પોતાના વન-ડે કરિયરની 62મી અર્ધશતક ફટકારી હતી. તેણે 79 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 66 રન કર્યા હતા. આદિલ રાશિદની બોલિંગમાં કેચ આઉટ થયો હતો. આઉટ થતાં પહેલા કોહલીએ વન-ડેનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે વન-ડેમાં એક જ ક્રમે સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેમજ તેણે અને લોકેશ રાહુલે ત્રીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33