GSTV
Gujarat Government Advertisement

4th T 20 : ચોથી મેચમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 8 રનથી હરાવી સીરીઝ 2-2 ના બરાબર

Last Updated on March 18, 2021 by

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આજે T-20 સીરીઝની ચોથી મેચ શરૂ થઇ છે. ત્યારે ઇંગ્લેન્ડે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારે આજની આ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. સૂર્યકુમાર અને શાર્દુલની વાપસીથી ભારતીય ટીમમાં નવો જુસ્સો દેખાયો છે. ભારતે ઇંગ્લેન્ડને 8 રનથી હરાવી સીરીઝ 2-2 ના બરાબર કરી દીધી છે. ત્યારે હવે ટી 20 સીરીઝીની પાંચમી મેચ બંને ટીમ માટે ખૂબ જ મહત્વની રહેશે.

ઈંગ્લેન્ડની ટીમે પોતાની પ્લેઈંગ-11માં કોઈ પણ જાતનો ફેરફાર નથી કર્યો. પરંતુ ભારતે પોતાના પ્લેઈંગ-11માં 2 ફેરફાર કર્યા છે. જેમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલ જ ટીમ માટે ઓપનિંગ કરી રહ્યાં છે. જ્યારે યુજવેન્દ્ર ચહલ અને ઈશાન કિશનની જગ્યાએ રાહુલ ચાહર અને સૂર્યકુમાર યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા છે. ટીમમાં શાર્દુલ ઠાકુરે 4 બોલમાં 10 રન તો ભુવનેશ્વર કુમાર શૂન્ય રને અણનમ રહ્યો છે. ટીમ ઇન્ડિયા તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 57 રન બનાવ્યાં છે. સૂર્યકુમાર ડેબ્યુમાં સદી મારનાર ભારતનો 5મો બેટ્સમેન બન્યો છે.

રોહિત શર્માએ મેચની પ્રથમ ઓવરના પ્રથમ બોલમાં જ છગ્ગો ફટકાર્યો છે. તેઓએ આદિલ રાશિદના બોલ પર છગ્ગો મારીને ઇનિંગની શરૂઆત કરી છે. ત્યાર બાદ ત્રીજા બોલ પર ચોગ્ગો માર્યો હતો. રોહિતે 5 બોલમાં જ 11 રન ઝાટકી દીધા હતાં. ત્યારે હાલમાં ભારતે પાવરપ્લેમાં એક વિકેટના નુકસાનથી 45 રન બનાવ્યા છે. પહેલાંની ત્રણ મેચોના મુકાબલે ભારતે આ વખતે ખૂબ જ સારી એવી શરૂઆત કરી હતી. જો કે, 70 રન પર જ ભારતને 3 વિકેટનું નુકસાન થયું છે. રાહુલ અને સૂર્યકુમાર હાલ મેદાન પર રમી રહ્યાં છે જેમાં રોહિત શર્મા 12 બોલ પર 12 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જોફ્રા આર્ચરે પોતાના બોલ પર તેનો કેચ પકડ્યો હતો. ત્યારે કે એલ રાહુલ પણ 17 બોલમાં 12 રન બનાવી આઉટ થઇ ગયો અને વિરાટ કોહલી પણ માત્ર 1 રન બનાવી આઉટ થઇ ગયો હતો.

શ્રેયસ અય્યર 37 રને આઉટ થઇ ગયો છે. હાર્દિક પંડ્યા 11 રને માર્ક વુડની બોલિંગમાં બેન સ્ટોક્સના હાથે આઉટ થઈ ગયો. જ્યારે ​​​રૂષભ પંત 23 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો કે જેને જોફ્રા આર્ચરે ક્લીન બોલ્ડ કર્યો હતો. તો સૂર્યકુમાર યાદવ 31 બોલે 57 રન બનાવીને આઉટ થયો છે.

ભારતીય ટીમના પ્લેયર : લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રૂષભ પંત, હાર્દિક પંડયા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, રાહુલ ચાહર

ઈંગ્લેન્ડ ટીમના પ્લેયર : જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ, ઈયોન મોર્ગન (કેપ્ટન), સૈમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, માર્ક વુડ અને આદિલ રાશિદ.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33