GSTV
Gujarat Government Advertisement

ઈંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં 10 વિકેટે ધૂળ ચટાડી, વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં ભારતનો જલવો

Last Updated on February 25, 2021 by

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ પર ભારતે કબજો કરી લીધો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક વિજયી શરૂઆત કરી છે. ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું એછ. બંને ટીમો વચ્ચેની આ પ્રથમ ડે નાઈટ ટેસ્ટ મેચ હતી. જેમાં મેચના બીજા જ દિવસે ભારતે ઈંગ્લેન્ડે બંને દાવમાં સાવ નજીવા સ્કોરે સમેલી લીધું હતું.

ઈંગ્લેન્ડનો પહેલો દાવ દાવ 112 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે પહેલા દાવમાં 145 રન બનાવ્યા હતા. અમદાવાદની પીચ ઉપર અક્ષર પટેલ અને અશ્વિનનો જાદુ ચાલી ગયો. ઈંગ્લેન્ડનો બીજો દાવ ફક્ત 81 રનમાં સમેટાઈ જતાં ભારતને 47 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. જે ભારતે વિના વિકેટે બનાવી લેતાં ભારતનો 10 વિકેટે ઐતિહાસિક વિજય થયો છે.

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્રમોદી સ્ટેડિયમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે 10 વિકેટે ઈંગ્લેન્ડને હરાવી શાનદાર વિજય મેળવ્યો છે. ઈંગ્લેડ ભારત વચ્ચે રમાયેલી ટેસ્ટમાં આ મેદાન પર બે દિવસમાં 30 વિકેટો પડી હતી. સ્પીનરોને મદદ કરતી આ વિકેટ પર ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં 81 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. ભારત વતી બીજી ઈનિંગમાં અક્ષર પટેલે 5 વિકેટ અને અશ્વિને 4 વિકેટ ઝડપી છે. આ સાથેજ અશ્વિને ટેસ્ટમાં 400 વિકેટ પૂરી કરી છે. મુરલીધરન પછી તેણે સૌથી ઝડપી 400 વિકેટ લીધી છે. આ પહેલા તે પ્રથમ ઈનિંગમાં 112 રનનમાં ઓલ આઉટ થયું હતું.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33