Last Updated on March 14, 2021 by
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી 5 ટી-20 સીરીઝની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન કર્યા હતાં. જેની સામે ભારતે 3 વિકેટમાં જ 166 રન કરતા ભારતનો ભવ્ય વિજય થયો છે.
2nd T20I. 17.5: C Jordan to V Kohli (73), 6 runs, 166/3 https://t.co/gU4AGpZy2O #INDvENG @Paytm
— BCCI (@BCCI) March 14, 2021
ઇંગ્લેન્ડની ટીમમાંથી જેસન રોયે 46, ઓઇન મોર્ગને 28, બેન સ્ટોક્સ અને ડેવિડ મલાને 24-24 રન ફટકાર્યા હતાં. જ્યારે ભારતની ટીમ તરફથી વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ, જ્યારે ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ ઝડપી હતી.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે કોહલીએ પૂર્ણ કર્યા 12 હજાર રન
તમને જણાવી દઇએ કે આજની આ મેચમાં વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 12 હજાર રન પૂરા કર્યા છે. આ અગાઉ વિરાટ કોહલી પહેલાં રિકી પોન્ટિંગ અને ગ્રેમ સ્મિથે કેપ્ટન તરીકે 12 હજાર રનની સિદ્ધિ હાંસલ કરી હતી.
ઈશાન કિશનની ડેબ્યુ પર શાનદાર ફિફટી
આજની મેચમાં ઈશાન કિશને મળેલી તકનો ફાયદો ઉઠાવતા ડેબ્યુ પર શાનદાર ફિફટી મારી હતી. તેણે 36 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 56 રન કર્યાં. તે આદિલ રાશિદની બોલિંગમાં LBW થયો હતો. તેણે કેપ્ટન વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી હતી.
2nd T20I. 19.6: S Thakur to S Curran (6), 4 runs, 164/6 https://t.co/gU4AGpZy2O #INDvENG @Paytm
— BCCI (@BCCI) March 14, 2021
નોંધનીય છે કે, 5 T-20 ની સીરીઝમાં પ્રથમ T- 20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. ત્યારે આજની આ મેચમાં ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યાં હતાં. જેમાં શિખર ધવનની જગ્યાએ ઇશાન કિશન અને અક્ષર પટેલની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટીમમાં શામેલ કરવામાં આવ્યાં હતાં.
England post 164/6 on the board in the 2nd @Paytm #INDvENG T20I.
— BCCI (@BCCI) March 14, 2021
2⃣ wickets each for @Sundarwashi5 & @imShard
1⃣ wicket each for @BhuviOfficial & @yuzi_chahal #TeamIndia‘s chase shall begin shortly.
Scorecard ? https://t.co/gU4AGqh8Um pic.twitter.com/jOjvqWmirl
2nd T20I. India XI: I Kishan, KL Rahul, V Kohli, R Pant, S Iyer, S Yadav, H Pandya, W Sundar, S Thakur, B Kumar, Y Chahal https://t.co/zY3MyMT9dm #INDvENG
— ICC Live Scores (@ICCLive) March 14, 2021
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31