Last Updated on March 12, 2021 by
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી ટ્વેન્ટી સીરીઝ આજે શરૂ થવા જઈ રહી છે. પહેલો ટી 20 મુકાબલો અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સીરીઝ પર 3-1થી કબજો કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય ટી-20 સીરીઝ જીતવા ઉપર છે. ટી-20માં આ 5 સ્ટાર ખેલાડીઓ ધૂમ મચાવવા તૈયાર છે. ઈં ગ્લેન્ડના કેપ્ટન મોર્ગને ભારત સામે પાંચ T-20 શ્રેણીની પ્રથમ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ઝાકળ મહત્ત્વની ભૂમિકા ભજવશે. પ્રથમ બે T-20માં અમે રોહિત શર્માને આરામ આપ્યો છે. શિખર ધવન અને લોકેશ રાહુલ ઓપનિંગ કરશે. આમ પ્રથમ દાવમાં ભારત કેવી રમત દાખવે છે એ જોવું જ રહ્યું
Hello & good evening from Ahmedabad! ??@GCAMotera @Paytm #INDvENG #TeamIndia pic.twitter.com/qCACRJRUJp
— BCCI (@BCCI) March 12, 2021
વિરાટ કોહલી 3 હજાર રન કરનારો દુનિયાનો પહેલો બેસ્ટમેન બની જશે
પહેલી ટી-20 મેચમાં ટીમના કેપ્ટન વિરાટ કોહલી ધમાકો કરવા માટે તૈયાર છે. ટેસ્ટમાં ભલે તેનું બેટ ના ચાલ્યું પરંતુ ટી-20માં કોહલી શાનદાર પ્રદર્શન કરવા તૈયાર હશે. વિરાટ કોહલી એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવા મેદાન પર ઉતરશે. વિરાટ જો મેચમાં 72 રન બનાવી લે છે તો તે ઈતિહાસ રચી દેશે. વિરાટ કોહલી ટી-20 ઈન્ટરનેશનલમાં 3 હજાર રન કરનારો દુનિયાનો પહેલો બેસ્ટમેન બની જશે.
હાર્દિક પંડ્યા પોતાના એકલાના દમ પર ભારતને મેચ જીતાડી શકે
હાર્દિક પંડ્યા ટી-20નો સૌથી ખતરનાક બેસ્ટમેનોમાં સામેલ છે. તે પોતાના એકલાના દમ પર ભારતને મેચ જીતાડી શકે છે. હાર્દિક પંડ્યા 6 નંબર પર અને ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવે છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં સામેલ હતો પરંતુ તે એક પણ મેચ રમ્યો નહોતો. હાર્દિક પંડ્યા હાલના સમયમાં ટીમનો સૌથી મોટો હિટર માનવામાં આવે છે. હાર્દિકે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
#TeamIndia getting into the groove for the T20I series opener in Ahmedabad. @Paytm #INDvENG pic.twitter.com/0Kg8CaqGFJ
— BCCI (@BCCI) March 12, 2021
હિટમેન રોહિતના નામે ટી-20 ક્રિકેટમાં 4 સદી ફટકારનાર દુનિયાનો એકમાત્ર બેસ્ટમેન
ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ટી-20માં રોહિત શર્મા પોતાના બેટ વડે રનની વણઝાર ઊભી કરવા તૈયાર છે. હાલમાં પૂરી થયેલી ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માએ ભારત વતી સૌથી વધુ 345 રન બનાવ્યા હતા. હિટમેન રોહિતના નામે ટી-20 ક્રિકેટમાં 4 સદી ફટકારનાર દુનિયાનો એકમાત્ર બેસ્ટમેન છે. ટીમ ઇન્ડિયા છેલ્લી 7 શ્રેણીથી T-20માં અજેય છે. ટીમે છેલ્લે ફેબ્રુઆરી 2019માં કાંગારૂ સામે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં શ્રેણી ગુમાવી હતી. જ્યારે ઇંગ્લેન્ડ સામે તો 2014થી બાઈલેટરલ શ્રેણી ગુમાવી નથી.
ટેસ્ટનું ફોર્મ બરકરાર રાખશે તો ભારતને ઘણી ટી-20 મેચ જીતાડી શકે
શાનદાર ફોર્મ ધરાવતા ઋષભ પંતે વિકેટકિપિંગ સાથે 5 નંબર ની જવાબદારી નિભાવવા પણ તૈયાર છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં તેની સદીના કારણે ભારત મેચ અને સીરિઝ બંને જીત્યા હતા. ટેસ્ટમાં શાનદાર પ્રદર્શને ટી-20ના દરવાજા ખોલી દીધા છે. ટેસ્ટનું ફોર્મ બરકરાર રાખશે તો ભારતને ઘણી ટી-20 મેચ જીતાડી શકે છે.
આઈસીસી ટી-20 રેન્કિંગમાં પણ રાહુલ બીજા સ્થાન પર
કેએલ રાહુલ ટી-20 ક્રિકેટમાં ભારતનૌ સૌથી મોટો મેચ વિનર છે. આઈસીસી ટી-20 રેન્કિંગમાં પણ રાહુલ બીજા સ્થાન પર છે. બેટિંગ માટે કેએલ રાહુલને રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઉતારી શકાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31