GSTV
Gujarat Government Advertisement

IND vs ENG T-20/ 8 વિકેટ સાથે ઇંગ્લેન્ડની શાનદાર જીત, પ્રથમ જ ટી 20માં ઇન્ડિયાનો ધબળકો

Last Updated on March 12, 2021 by

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T 20 મેચ LIVE….

ઇંગ્લેન્ડની શાનદાર જીત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે T-20 સીરીઝની પ્રથમ મેચમાં જ ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. 125 રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડે 4.3 ઓવર બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો. ઇંગ્લેન્ડે T-20 સીરીઝમાં 1-0ની લીડ મેળવી લેતા ટીમ ઇન્ડિયાની કારમી હાર થઇ છે. ઇન્ડિયાએ 15.3 ઓવરમાં 2 વિકેટ સાથે 130 રન બનાવી ઇંગ્લેન્ડે શાનદાર જીત મેળવી છે.

વોશિંગ્ટન સુંદરે રૉયને મોકલ્યો પવેલિયન

વોશિંગ્ટન સુંદરે પોતાની પહેલી ઓવરના પ્રથમ બોલ પર વિકેટ લીધી છે. સુંદરે જેસન રૉયને LBW કર્યો છે. રૉય 49 રન બનાવીને આઉટ થયો છે. 89ના રન પર ઇંગ્લેન્ડની બીજી વિકેટ પડી છે. 11.1 ઓવર બાદ ઇંગ્લેન્ડે 2 વિકેટ સાથે 89 રન બનાવ્યા છે.

ચહલે બટલરની વિકેટ લીધી

72 ના રન પર ઇંગ્લેન્ડે પ્રથમ ઝટકો લાગ્યો છે. બટલર 24 બોલ પર 28 રન બનાવીને આઉટ થઇ ગયો છે. ચહલે બટલરને LBW આઉટ કર્યો.

ચહલ બન્યો T-20 માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

યુઝવેન્દ્ર ચહલ ઇંગ્લેન્ડના જોસ બટલરને આઉટ કરીને ભારત માટે T-20 માં સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો છે. બટલર આ ફોર્મેટમાં 60મો શિકાર થયો. જસપ્રીત બુમરાહ 59 વિકેટ સાથે આ સૂચિમાં બીજા સ્થાને છે. ચહલની આ 46મી મેચ છે, જ્યારે બુમરાહ 50 T-20 રમ્યો છે.

ઇંગ્લેન્ડની ધમાકેદાર શરૂઆત

125 રનનો પીછો કરતા મેદાન પર ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે તોફાની શરૂઆત કરી છે. 5 ઓવર બાદ વિના કોઇ વિકેટે ટીમ ઇંગ્લેન્ડે 42 રન બનાવી લીધા છે. રૉય 24 અને બટલર 18 રન બનાવી રમી રહ્યાં છે.

2 ઓવર બાદ ઇંગ્લેન્ડે બનાવ્યાં હતાં 10 રન

ઇંગ્લેન્ડની ઇનિંગની શરૂઆત થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયા તરફથી પ્રથમ ઓવર અક્ષર પટેલે લીધી છે. ત્યારે 125 રનના ટાર્ગેટ સાથે ટીમ ઇંગ્લેન્ડની ટીમ મેદાન પર ઉતરતા રૉય-બટલરની બેટિંગ શરૂ છે. 2 ઓવર બાદ ઇંગ્લેન્ડે કોઇ પણ વિકેટ વગર 10 રન બનાવી લીધા છે. રૉયે 8 રન અને બટલરે 2 રન બનાવ્યાં છે.

ભારતે ઇંગ્લેન્ડને આપ્યો હતો 125 રનનો ટાર્ગેટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડના કેપ્ટન ઈયાન મોર્ગને ભારત સામે પાંચ T-20 શ્રેણીની પ્રથમ મેચમાં ટોસ જીતીને બોલિંગ લીધી છે. કોહલીએ કહ્યું કે, અમે પણ ટોસ જીતીને બોલિંગ જ લીધી હોત. ઝાકળ મહત્ત્વની ભૂમિકા ભજવશે. પ્રથમ બે T-20માં અમે રોહિત શર્માને આરામ આપ્યો છે. ભારતની નિરાશાજનક બેટિંગ રહી છે. વિરાટ 0, રાહુલ 1, ધવન 4 અને પંત 21 રને આઉટ થયા હતા. એક લાખની તુલનામાં મેચ જોવા 67,200 દર્શકો મેદાનમાં હાજર રહ્યાં હતા ઐયરે પોતાના T-20 કરિયરની ત્રીજી ફિફટી મારી છે

T-20 સિરીઝની પ્રથમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને મેચ જીતવા 125 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 124 રન કરીને ઇંગ્લેન્ડને 125 રનનો ટાર્ગેટ આપ્યો છે. શ્રેયસ ઐયર ટોચના સ્કોરર તરીકે રહ્યો છે. ઐયરે 67 રન કર્યા છે. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે સૌથી વધારે ત્રણ વિકેટો ઇન્ડિયાની પાડી દીધી છે.

હાર્દિક પંડ્યા 19 રને આર્ચરનો શિકાર બન્યો હતો. જોફ્રા આર્ચરે 2 વિકેટ ઝડપી છે. આર્ચરે ઉપરાઉપરી 2 બોલમાં હાર્દિક અને ઠાકુરને આઉટ કરી ભારતની ગેમ પલટી નાખી છે.

ભારતે 17 ઓવરમાં 100 રન બનાવી લીધા છે. શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી છે. શ્રેયર ઐયરે ફીફ્ટી ફટકારીને ભારતની આબરૂ બચાવી લીધી છે.

વિરાટ કોહલી શૂન્ય રને આદિલ રાશિદની બોલિંગમાં મીડ-ઓફ પર ક્રિસ જોર્ડન દ્વારા કેચ આઉટ થયો હતો. લોકેશ રાહુલ 1 રને જોફરા આર્ચરની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

આર્ચરના બોલને શરીરથી દૂર રમવા જતા રાહુલ કટ એન્ડ બોલ્ડ થયો હતો. T-20 શ્રેણીની પ્રથમ મેચમાં 13 ઓવરમાં 4 વિકેટે 63 રન કર્યા છે. શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યા છે.

 વિરાટ 0, રાહુલ 1, ધવન 4 અને પંત 21 રને આઉટ થયા છે. ઇંગ્લેન્ડ માટે આર્ચર, રાશિદ, સ્ટોક્સ અને વુડે 1-1 વિકેટ ઝડપી છે.

માત્ર એક રન સાથે રાહુલ અને વિના રને કોહલીની વિકેટ પડી ગઇ

મેચમાં આજે શિખર ધવન અને લોકેશ રાહુલે ઓપનિંગ કરી હતી. જેમાં લોકેશ રાહુલ માત્ર એક રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જ્યારે મેચની ત્રીજી ઓવરના બીજા બોલ પર ધવને સિંગલ રન લઇને કોહલીને સ્ટ્રાઇક આપી હતી. ધવને 2 રન કર્યા અને લોકેશે એક રન કરતા ભારતના હાલ 3 રન થયા છે. ત્યારે ભારતની વધુ એક બીજી વિકેટ પડતા ટીમ ઇન્ડીયાને બીજો ઝટકો લાગ્યો છે. લોકેશ બાદ કોહલી પણ વગર રને આઉટ થઇ ગયો છે. ક્રિસ જોર્ડને મિડ ઑફ પર તેનો કેચ પકડ્યો હતો.

ઋષભ પંતે આવતાની સાથે જ ચોગ્ગાવાળી અને છગ્ગાવાળી કરી હતી

ટીમ ઇન્ડિયામાંથી વિરાટ કોહલી આઉટ થતા જ ઋષભ પંત બેટિંગ કરવા મેદાને ઉતર્યો છે. ઋષભ પંતે આવતાની સાથે જ પોતાની ઇનિંગના ત્રીજા બોલ પર ચોગ્ગો માર્યો હતો અને પાંચમાં બોલ પર છક્કો માર્યો હતો. ચોથી ઓવરના અંતિમ બોલ પર પંતે શાનદાર શોટ મારીને ચાર રન બનાવ્યાં. ત્યારે કુલ 11 રન થયા હતાં.

શિખર ધવન પણ માત્ર 4 રન બનાવી આઉટ થતા ટીમ ઇન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો

જો કે પાંચમી ઓવરના અંતિમ બોલ પર શિખર ધવન પણ બોલ્ડ થયો છે. ધવન માત્ર 4 રન બનાવીને આઉટ થઇ ગયો. ત્યારે 20 રન સાથે ભારતને ત્રીજો ઝટકો લાગ્યો છે. હાલમાં ભારતની 7 ઓવર બાદ ભારતે 29 રન બનાવ્યાં છે. જ્યારે પંત 17 અને અય્યર 7 રન બનાવીને મેદાન પર રમી રહ્યાં છે.

ભારતની પ્લેઈંગ-11: શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વી. સુંદર, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલ.

ઇંગ્લેન્ડની પ્લેઈંગ-11: જોસ બટલર (વિકેટકીપર), જેસન રોય, ડેવિડ મલાન, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ઓઇન મોર્ગન(કપ્તાન), સેમ કરન, ક્રિસ જોર્ડન, જોફરા આર્ચર, આદિલ રાશિદ અને માર્ક વૂડ

50 ટકા દર્શકોથી જ ભરાશે સ્ટેડિયમ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દુનિયાનુ સૌથી મોટુ સ્ટેડિયમ છે, અને સ્ટેડિયમમાં ક્ષમતા 1 લાખથી પણ વધુ દર્શકોને બેસવાની છે. પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પ્રથમ ટી-20માં ગુજરાત ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમને પુરેપુરુ ખીચોખીચન ભરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે જીસીએએ પોતાના જ નિર્ણયમાં ફેરવી તોળ્યુ છે. જીસીએએ નિર્ણય લીધો છે કે હવે સ્ટેડિયમને 50 ટકા જ ભરવામાં આવશે, એટલે કે સીરીઝની તમામ મેચોમાં સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા 50 ટકા જ રાખવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 12 માર્ચ  2021થી 20 માર્ચ 2021 સુધી રમાનારી પાંચ T-20 ઇન્ટરનેશનલ મેચમાં માત્ર 50 ટકા બેઠક ક્ષમતાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. કોવિડ-19 રોગચાળા સંબંધિત તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજરનું પાલન કરવામાં આવી રહ્યું છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33