GSTV
Gujarat Government Advertisement

India vs England 1st ODI: ભારતે ઈંગ્લેન્ડને આપ્યો 318 રનનો લક્ષ્યાંક, ક્રૃણાલ પંડ્યાએ ડેબ્યૂ મેચમાં ધમાલ મચાવી

Last Updated on March 23, 2021 by

ભારતીય ટીમે 50 ઓવરમાં 317/5 રન બનાવ્યા છે. ડેબ્યુ મેચમાં ક્રૃણાલ પંડ્યાએ પોતાની અડધી સદી પુરી કરી હતી. ટીમ ઈન્ડિયા વતી શિખર ધવને 98, લોકેશ રાહુલે 62, ક્રૃણાલ પંડ્યાએ 58 (નોટઆઉટ), વિરાટ કોહલીએ 56 રન બનાવ્યા હતા. ત્યારે ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 3 અને માર્ક વુડે પણ 2 વિકેટ ઝડપી હતી.

ડેબ્યુ મેચમાં ક્રૃણાલ પંડ્યાએ સારી શરૂઆત કરી હતી. ક્રૃણાલ પંડ્યાએ સૈમ કુરૈનની ઓવરમાં ઉપરાઉપરી બે ચાગ્ગા મારી દીધા હતા. ત્રીજા બોલ પર મિડ વિકેટ ઉપરથી અને ચોથા બોલમાં ફાઈન લેગ તરફથી તેને ચોગ્ગો ફટકાર્યો હતો.

BATSMEN RBM4s6sSR
Rohit Sharma c †Buttler b Stokes2842794066.67
Shikhar Dhawan c Morgan b Stokes9810618011292.45
Virat Kohli (c)c Ali b Wood5660656093.33
Shreyas Iyer c sub (LS Livingstone) b Wood69161066.67
KL Rahul †not out624344144.19
Hardik Pandya c Bairstow b Stokes190011.11
Krunal Pandya not out583172187.10
Extras(lb 3, w 5)8
TOTAL(50 Ov, RR: 6.34)317/5

BOWLINGOMRWECON0s4s6sWDNB
Mark Wood1017527.503412210
Sam Curran1014804.80345110
Tom Curran1006306.30224210
Ben Stokes813434.25305000
Adil Rashid906607.33154220
Moeen Ali302809.3353100
બોલિંગમાં ઇંગ્લેન્ડનું પ્રદર્શન

40મી ઓવરમાં સૈમ કુરેનના બોલ પર રાહુલે ડીપ મીડ વિકેટ પર લાંબો છગ્ગો ફટકાર્યો. આ સાથે જ ભારતનો સ્કોર 200 રનની પાર પહોંચી ગયો હતો. જો કે, તેની બીજી જ ઓવરમાં હાર્દિક પંડ્યા એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. હાર્દિક પંડ્યા જેવો પેવેલિયન પહોંચ્યો કે, તેનો ભાઈ ક્રૃણાલ પંડ્યા ક્રિઝ પર આવ્યો હતો. આ તેની વન ડે ડેબ્યુ મેચ હતી.

શિખર ધવન સદી માટે રહી ગયો

શિખર ધવન સદી ફટકારવામાં થોડા માટે રહી ગયો હતો. તે 98 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા પછી ક્રિઝ આવ્યા હતા. ભારતીય ટીમને બીજો ઝટકો માર્ક વુડે આપ્યો હતો. મોટી ઈનિગ્સ તરફ આગળ વધી રહેલા કોહલીએ 56 રન બનાવ્યા હતા. કોહલી બાદ શ્રેયસ અય્યર પણ સસ્તામાં આઉટ થઈ ગયો હતો.

ભારતની પ્લેઈંગ-11: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણ

ઇંગ્લેન્ડની પ્લેઈંગ-11: જેસન રોય, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ઓઇન મોર્ગન (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ બિલિંગ્સ, મોઇન અલી, ટોમ કરન, સેમ કરન, માર્ક વુડ અને આદિલ રાશિદ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33