Last Updated on March 10, 2021 by
કોરોનાવાયરસ સામેની લડતમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ કરવાના તેના વચનને ધ્યાનમાં રાખીને, ભારત પાકિસ્તાનને કોરોના વેક્સિન આપશે. પડોશી દેશને કોરોનાવાયરસ રસીના 45 મિલિયન ડોઝ મળશે.
ભારતે પાકિસ્તાનને કોરોના વેક્સિન આપવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનને 45 મિલિયન ડોઝ ગાવી સમજુતી હેઠળ મળશે. પાડોશી દેશ પાકિસ્તાનને સીરમ ઈન્સ્ટીટ્યૂટની વેક્સિન કોવિડશીલ્ડ આપવામાં આવશે.
પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાના સચિવ આમિર અશરફ ખ્વાજાએ લોક લેખા સમિતિને જણાવ્યું કે દેશને ભારતમાં નિર્મિત કોરોનાની વેક્સિન આ મહિને મળશે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી પાકિસ્તાનમાં 27.5 મિલિયન લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી ચુકી છે. જેમાં ફ્રંટ લાઈન વર્કર અને સિનિયર નાગરિકો સામેલ છે.
ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં ચાર વેક્સિન સિનોફ્રામ(ચીન), ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા(બ્રિટન), સ્પૂતનિક-વી(રશિયા) અને કેનસિનો બાયો(ચીન)નું રજિસ્ટ્રેશન કર્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31