GSTV
Gujarat Government Advertisement

માંદલી સરકારી બેન્કોને બેઠી કરવા સરકાર કરશે 14 હજાર કરોડનું રોકાણ, સ્પર્ધાત્મક્તામાં સુધારો લાવવા સરકારનો આશય

Last Updated on April 2, 2021 by

ભારત કેપિટલ બફરને મજબૂત બનાવવા ચાર માંદી સરકારી બેન્કોમાં અંદાજે ૧૪,૫૦૦ કરોડ રૂપિયા (અંદાજે બે અબજ ડોલર) ઠાલવશે. સરકારના આ પગલાંથી કેટલીક બેન્કો આરબીઆઈના નિયંત્રણોમાંથી બહાર આવે તેવી સંભાવના છે.

બેન્કો

સરકારના જાહેરનામા મુજબ શૂન્ય કૂપન બોન્ડ્સ મારફત સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીસ બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા અને યુકો બેન્કને ફંડ્સ અપાશે. બેન્ક ઓફ ઈન્ડિયા સિવાય અન્ય ત્રણેય બેન્કોની બેડ લોન વધવાને કારણે આરબીઆઈએ તેમના પર નિયંત્રણો મૂકેલા છે. મોદી સરકારે ભારતીય અર્થતંત્રને તળીયેથી ઉપર લાવવા અને ધિરાણને પ્રોત્સાહન આપવા માટે બેન્કિંગ સેક્ટરને મજબૂત બનાવવાની જરૂર છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

સરકારી બેન્કોમાં મૂડી ઠાલવવાની સાથે મોદી સરકાર કેટલીક બેન્કોમાં તેનો હિસ્સો વેચીને રોકડી કરવા અને સ્પર્ધાત્મક્તામાં સુધારો લાવવા માગે છે. બેન્કિંગ સેક્ટરનો બેડ લોન રશિયો આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં બમણો થવાની સંભાવના છે, જેમાં સરકારી બેન્કોની માંદી એસેટ્સનો પણ સમાવેશ થાય છે.

બેન્કોમાં મૂડી ઠલવાશે તો અનેક બેન્કોને ૧લી એપ્રિલથી શરૂ થતાં નાણાકીય વર્ષમાં આરબીઆઈના કથિત પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન પ્રોગ્રામમાંથી બહાર આવવામાં મદદ મળશે તેમ નાણાકીય સેક્ટર રેટિંગ્સ ઈક્રાના ઉપાધ્યક્ષ અનિલ ગુપ્તાએ જણાવ્યું હતું. જોકે, શૂન્ય કૂપન ડેટ મારફત મૂડી ઠલવાશે તો પણ આ બેન્કોની અર્નિંગ પ્રોફાઈલમાં કોઈ સુધારો નહીં થાય તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33