Last Updated on February 25, 2021 by
સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સુરક્ષા પરિષદમાં ભારતે ફરી એક વખત આંતકવાદના મુદ્દે પાકિસ્તાનને ખરી-ખરી સંભળાવી છે. આંતરરાષ્ટ્રિય મંચ પર ભારતે પાકિસ્તાનનું નામ લીધા વગર તેને ઉઘાડું પાડ્યું હતું. પરિષદમાં ભારતના પ્રતિનિધિ નાગરાજ નાડયુએ કહ્યું હતું કે, ભારત કેટલાય દાયકાઓથી પ્રોક્સી વોર્ડ અને સરહદ પારના આતંકવાદનો સામનો કરી રહ્યું છે.
પાડોશી દેશની સરકાર ખુલ્લેઆમ આતંકીઓનું સમર્થન કરે છે અને તેમને મદદ પૂરી પાડે છે. આ આંતકીઓને ટ્રેનિંગ, ફંડિંગ અને માહિતી તેમજ હથિયારો પણ આપવામાં આવે છે. જેથી તેઓ ભારતમાં આવીને હિંસા ફેલાવી શકે. કેટલાક દેશોએ ભારત સામે આડકતરુ યુધ્ધ છેડી રાખ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ દેશો આતંકવાદી જુથોને તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે અને દુનિયાએ આવા દેશોનો ભેગા મળીને સામનો કરવો પડશે. આ તમામની સામૂહિક જવાબદારી છે.
ભારતનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પેરિસમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક ચાલી રહી છે. જેમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવું અથવા બ્લેક લિસ્ટમાં મુકવું તેના પર નિર્ણય લેવાશે. જો પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મુકાશે તો તેની નાણાકીય મુશ્કેલીઓ વધી જશે. આ પહેલાં પણ યુએનના મંચ પર ભારત પાકિસ્તાન સામે પૂરાવા રજૂ કરીને આતંકવાદીની સમસ્યા પર વાત કરી ચુક્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31