GSTV
Gujarat Government Advertisement

દેશભરમાં અનેક સ્થળે સ્વૈચ્છીક લોકડાઉન વચ્ચે દોઢ લાખની નજીક કોરોના કેસ, હચમચાવતાં મોતના આંકડા

કોરોના

Last Updated on April 10, 2021 by

દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન વચ્ચે કોરોનાના કેસ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,45,384 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના કારણે થતા મૃત્યુનો આંકડો પણ વધુને વધુ ડરામણો બની રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 794 લોકોના મોત થયા છે.

કોરોના

કુલ મૃત્યુઆંક 1,68,436 થયો

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,32,05,926 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 77,567 લોકો કોરોનાથી સાજા થયા છે અને આ સાથે જ સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,19,90,859 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 794 લોકોના મૃત્યુ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 1,68,436 થઈ ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 10,46,631 છે અને અત્યાર સુધીમાં કુલ 9,80,75,160 લોકો વેક્સિનેટ થઈ ચુક્યા છે.

કોરોના

શુક્રવારે એક લાખથી વધુ કેસ

કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ રહી છે. ગત શુક્રવારે મહામારીની શરૂઆત બાદ નવા કેસોનો સૌથી મોટો આંકડો નોંધાયો હતો. શુક્રવારે 24 કલાકમાં દેશમાં 1,31,968 નવા કેસ નોંધાયા હતા અને 780 લોકોના મોત થયા હતા. પરંતુ શનિવારે નોંધાયેલા કેસથી અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33