GSTV
Gujarat Government Advertisement

ટૂંક સમયમાં સામાન્ય માનવીને રાહત મળશે તેવી શક્યતા, કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ઘટાડે તેવી શક્યતાઓ!

પેટ્રોલ

Last Updated on March 3, 2021 by

કેન્દ્ર સરકાર સામાન્ય માનવી પર પડી રહેલા બોજને ઘટાડવા માટે પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ ઘટાડવાનું વિચારી રહી છે. નાણા મંત્રાલયના સૂત્રો પાસેથી આ માહિતી મળી હોવાનો એક ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે.  ઇંધણના વધતા ભાવને કારણે સામાન્ય જનતા પર સતત બોજ વધી રહ્યો છે. આ સિૃથતિમાં જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યાં પેટ્રોલ-ડીઝલના વધતા  ભાવ રાજકીય મુદ્દો બની શકે છે. 

રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યાં પેટ્રોલ-ડીઝલના વધતા  ભાવ રાજકીય મુદ્દો બની શકે

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારની આવકમાં મોટો ઘટાડો કર્યા સિવાય ઇંધણના ભાવ ઘટે તે માટે નાણા મંત્રાલયે કેટલાક રાજ્યો, પેટ્રોલિયમ મંત્રાલય અને ઓઇલ કંપનીઓ સાથે મંત્રણા શરૂ કરી દીધી છે.  ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવ બમણા થઇ ગયા છે. જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષમાં સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં બે વખત વધારો કર્યો છે. 

પેટ્રોલ

ભારત ક્રૂડ ઓઇલની વપરાશમાં વિશ્વમાં ત્રીજા નંબરે

ભારત ક્રૂડ ઓઇલની વપરાશમાં વિશ્વમાં ત્રીજા નંબરે આવે છે. દિલ્હીમાં હાલમાં એક લિટર પેટ્રોલનો ભાવ 91 રૂપિયા છે. જેમાં 55 રૂપિયા ટેક્સ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સિૃથર રહે તે અંગેના પ્રયત્નો અંગે વિચારણા કરવામાં આવી રહી છે.માર્ચની મધ્યમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. જો કે આજે ત્રીજો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

આ દરમિયાન કેરળમાં આજે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના વિરોધમાં ટ્રેડ યુનિયનોની હડતાળને પગલે સામાન્ય જનજીવનને અસર થઇ હતી. આ હડતાળમાં ટેક્સી, ઓટોરિક્ષા અને ખાનગી બસાના માલિકો પણ જોડાતા જન જીવનને અસર થઇ હતી. જો કે ભાજપ સમર્થક ભારતીય મજદૂર સંઘ આ હડતાળમાં જોડાયો ન હતો. 12 કલાકની હડતાળની પગલે રાજ્યની કેટલીક યુનિવર્સિટીઓમાં આજની પરીક્ષા રદ કરવામાં આવી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33