Last Updated on April 1, 2021 by
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની રાહ જોઈ રહેલા ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર છે. ક્રિકેટના મેદાનમાં એકબીજાના કટ્ટર પ્રતિદ્વંદી ગણાતા ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સિરીઝનું આયોજન જલ્દી જ તેમનો ઇંતેજાર ખતમ કરશે.
ભારત અને પાકિસ્તાનની ટીમો 2 એપ્રિલથી શરૂ થઇ રહેલા ત્રિકોણીય ટી-20 સિરીઝમાં એક બીજા સામે મેદાનમાં ઉતરશે. જોકે, ભલે આ મુકાબલો બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે રમાશે, પરંતુ ભારત અને પાકિસ્તાનની ટીમો ભલે કોઈ પણ ફોર્મેટમાં ટકરાય પણ રોમાંચ ચોક્કસ રહે છે. ત્રણ દેશોની ટી 20 સિરીઝ 2 એપ્રિલથી શરૂ થઈને 8 એપ્રિલ સુધી રમાશે.
ટી-20 સીરીઝમાં ભારત અને પાકિસ્તાન સિવાય ત્રીજી ટીમ બાંગ્લાજદેશ સાથે યોજાશે. તમામ મુકાબલાઓ ઢાકામાં રમાશે.રિપોર્ટના અનુસાર પાકિસ્તાન નેત્રહીન ક્રિકેટ કાંઉન્સીલે જણાવ્યું કે પાકિસ્તાન, ભારત, અને બાંગ્લાદેશની ત્રણેય ટીમો વચ્ચે ટી-20 સીરીઝ યોજાશે. કાંઉન્સીલના એક અધિકારીએ જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે સીરીઝમાં પ્રથમ મુકાબલો 4 એપ્રિલે યોજાશે. સીરીઝની પ્રથમ મેચ 4 એપ્રિલે થશે. સીરીઝનો પ્રથમ મુકાબલામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર થશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31