Last Updated on February 25, 2021 by
ભારત અને પાકિસ્તાનની મિલિટ્રી ઓપરેશન્સનના ડાયરેક્ટર જનરલો (DGMO) એ હોટલાઈન દ્વારા એકબીજા સાથે વાતચીત કરી છે. બંને પક્ષોએ સીમા પર શાંતિ જાળવી રાખવા માટે થઈને બંને વચ્ચે સહમતિ બની છે. નિયંત્રણ રેખા પર હાલની સ્થિતિની સમીક્ષા કરતાં બંને તરફથી સેનાઓએ તમામ સમજૂતી, યુદ્ધવિરામનું કડકાઈથી પાલન કરવા માટે સહમતિ વ્યક્ત કરી. આ 24-25 ફેબ્રુઆરી મધ્ય રાત્રિથી પ્રભાવિ છે.
ભારત અને પાકિસ્તાન નિયંત્રણ રેખા અને અન્ય તમામ ક્ષેત્રોમાં સ્વતંત્ર,સ્પષ્ટ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ ની સમીક્ષા કરી. બંનેતરફથી DGMO સીમાઓ સાથે પરસ્પરિક રૂપથી સ્થાયી શાંતિ કાયમ કરવા માટે સહમત થયા છે.
બંને પક્ષોએ નિયંત્રણ રેખાને લઈને કરવામાં આવેલા તમામ સમજૂતી, સંઘર્ષ વિરામ વગેરેનું કડકાઈથી પાલન કરવા પર સહમતિ દર્શાવી છે. આ સિવાય બંને તરફથી DGMO એ આ વાત દોહરાવી છે કે કોઈ પણ અપ્રત્યાશીત સ્થિતિ અથવા ખોટી ગલતફહેમીઓને હલ કરવા માટે હોટલાઈન પર વાત અને બોર્ડર ફ્લેગ મિટિંગ માટે હાલની તંત્રનો ઉપયોગ કરવામાં આવશે. આ રીતે LAC પછી LOC પર શાંતિની પહેલ થઈ રહી છે. આ બાબતે બંને પક્ષોએ સંયુક્ત નિવેદન જારી કર્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31