GSTV
Gujarat Government Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાતે, સવારે 8.30 વાગ્યે દિલ્હી એરપોર્ટથી થશે રવાના

Last Updated on March 12, 2021 by

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવી રહ્યા છે. તેઓ આજે આઝાદીના અમૃત મહોત્સવનો ગાંધી આશ્રમથી પ્રારંભ કરાવશે. પીએમ સહિતના મહાનુભાવો આજે ગાંધીઆશ્રમમાં આવવાના હોવાથી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દાંડી યાત્રાના 91 વર્ષ થઈ રહ્યા હોવાના અવસરે દાંડી યાત્રાને પીએમ મોદી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે.. દાંડી પુલ પર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલતા જશે.

દાંડી પુલ પર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલતા જશે

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના પગલે પોલીસ વિભાગ બંદોબસ્ત માટે સજ્જ થઇ ચૂક્યુ છે. પીએમ મોદી સવારે સાડા આઠ વાગ્યે દિલ્હી એરપોર્ટથી રવાના થશે. અને સવારે 10 વાગ્યેને 5 મિનિટે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. અને 10.30 વાગ્યે ગાંધીઆશ્રમ પહોંચશે.. ગાંધી આશ્રમથી તેઓ આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવશે. અને સમગ્ર કાર્યક્રમ પૂરો થયા બાદ બપોરે સવા બાર વાગ્યે પીએમ મોદી ગાંધીઆશ્રમથી રવાના થશે.

પીએ મોદીનો કાર્યક્રમ

  • સવારે ૮:૩૦ વાગ્યે દિલ્હી એરપોર્ટથી થશે રવાના
  • સવારે ૧૦:૦પ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન
  • સવારે ૧૦:૩૦ વાગ્યે ગાંધી આશ્રમ આગમન
  • ૧ર:૧પ વાગ્યે ગાંધી આશ્રમથી રવાના

સવા બાર વાગ્યે પીએમ મોદી ગાંધીઆશ્રમથી રવાના થશે.

તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાશે. સાથે જ કેન્દ્રીય અને રાજ્ય સરકારના ઘણા મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ જોડાશે. આ યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે. ગાંધીઆશ્રમની બાજુમાં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધી સ્થળ અભય ઘાટ પાસે વિશાળ ડોમ તૈયાર કરાયો છે. જ્યાં પીએમ મોદી સંબોધન કરશે..

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33