Last Updated on April 7, 2021 by
મહારાષ્ટ્રમાં બેકાબૂ બનેલા કોરોનાના કેસ વચ્ચે કોરોનાની રસીના સ્ટોકનો સ્ટોક ખતમ થવાને આરે છે. મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ સુધી ચાલી શકે તેટલો રસીનો સ્ટોક હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યુ કે, રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે. જેના કારણે રાજ્યમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિ આવી છે. રાજ્યમાં કોરોનાની સાથે રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવ્યુ છે. પરંતુ કોરોનાની રસીનો જથ્થો માત્ર ત્રણ દિવસ ચાલે તેટલો છે. જેથી રાજ્યમાં વધુ રસીનો જથ્થો પુરો પાડવાની જરૂર છે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસે 20થી 40 વર્ષના લોકોને રસી આપવાની માગ કરી છે. મહારાષ્ટ્રમાં હાલમાં 14 લાખ રસીના ડોઝ છે. તો અત્યાર સુધીમાં 85 લાખથી વધુ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. નવા કેસમાં વિશ્વમાં ત્રીજા નંબર પર મહારાષ્ટ્ર પહોંચ્યું છે. આ કિસ્સામાં બ્રાઝિલ અને યુ.એસ. જ આગળ છે. છેલ્લા 24 કલાકના સમયગાળાના કોરોના ચેપના 55,469 નવા કેસો બહાર આવ્યા છે. આ આંક એ સેકન્ડ નંબરનો છે. 4 એપ્રિલના રોજ કેસનો આંક 57,074 હતો. રાજ્યમાં અત્યારસુધીમાં 31.13 લાખ લોકો માહામારની ચપટેમાં આવ્યા છે. જેમાંથી 25.83 લાખ લોકો સાજા થયા છે અને 56,330 લોકોનાં મોત થયા છે. હાલમાં 4.72 લાખ લોકો સારવાર લઈ રહ્યાં છે. એક્ટિવ કેસમાં મહારાષ્ટ્ર વિશ્વમાં 10મા નંબરે પહોંચ્યું છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ ગંભીર
ભારતમાં કોરોનાની સ્થિતિ ફરી ગંભીર બની રહી છે, જે સ્થિતિ એક વર્ષ અગાઉ હતી તેના કરતા વધુ ગંભીર સ્થિતિ હવે જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 15 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા, જે રેકોર્ડ છે. આ ઉપરાંત એક્ટિવ કેસ ફરી 10 લાખના આંક તરફ વધી રહ્યાં છે. આ સમયે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં બેડ્સ ખૂટી રહ્યાં છે. પુણે, નાગપુક જેવા શહેરોમાં પણ કોરોનાના દર્દીઓ માટે બેડ્સ મળી રહ્યાં નથી.
મુંબઇમાં ઝડપથી ભરાઇ રહ્યાં છે બેડ્સ
મુંબઈમાં હાલ 5 હજાર 400 બેડ્સ ખાલી છે પરંતુ કોરોનાના નવા કેસોને કારણે આ બેડ્સ ઝડપથી ભરાઈ રહ્યાં છે. દિલ્હીમાં 4459 બેડ્સ ખાલી છે, પરંતુ અહીં પણ રોજીંદા કેસ 4-5 હજારથી વધુ આવતા હોવાથી બેડ્સ ઝડપથી ભરાઈ રહ્યાં છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને બુધવારે આ મુદ્દે કહ્યું કે,‘રાજ્ય સરકારે છેલ્લા 3 દિવસમાં 2 હજાર નવા બેડ્સનો ઉમેરો કર્યો છે, આ તમામ બેડ્સ કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાશે.’ વાત પુણેની કરીએ તો અહીં 15 દિવસથી રોજ 4 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે, એવામાં બેડ્સ ઝડપથી ભરાતા અહીં હોસ્પિટલોએ 3 હોટલ ભાડા પર લીધી છે. આ 3 હોટલમાં 180 બેડ્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ભારતમાં કોરોનાની બીજી લહેરે મચાવ્યો હાહાકાર
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં અત્યંત ઝડપથી ફેલાઈ રહી છે અને આગામી ચાર સપ્તાહ દેશ માટે ખૂબ જ મહત્વના રહેશે… તેવી કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે. સરકારે કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવવા લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહિત કોવિડ નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે. નીતિ આયોગના સભ્ય વી. કે. પૌલે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે અને દંર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશની મોટી વસતી પર હજી પણ કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે.
લોકો કોરોનાના નિયમોનું પાલન કરે, કેન્ટેનમેન્ટ ઝોન જાહેર થાય, વધુ અસરકારક રીતે ટેસ્ટિંગ થવા જોઈએ, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજૂબત બનાવવું જોઈએ અને રસીકરણ અભિયાનની ગતિ વધારવી જોઈએ. તેના પર ભાર મુકવામાં આવ્યો હતો.. ભારતમાં કોરોના રસીકરણ અભિયાનમાં હાલ ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી અપાઈ રહી છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સહિત કેટલાક સંગઠનોએ રસીકરણમાં ૪૫ વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે કેન્દ્ર સમક્ષ માગણી કરી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31