Last Updated on March 20, 2021 by
ગુજરાતમાં કોરોનાએ 1400ની સપાટી વટાવી હોય તેવું 6 ડિસેમ્બર એટલે કે 103 દિવસ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ ચાર લોકોએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કોરોનાથી દૈનિક 3થી વધુના મૃત્યુ થયા હોય તેવું 13 જાન્યુઆરી બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા ઘણા દિવસ બાદ દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા 40 હજાર જેટલા કેસો સામે આવ્યા છે. જે સાથે જ રાષ્ટ્રીય સ્તરે કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,15,14,331 પર પહોંચી ગઇ છે.
દેશમાં વધુ 154 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1.59 લાખને પાર
દેશમાં 110 દિવસમાં પહેલી વખત કોરોનાના નવા 39726 કેસો સામે આવ્યા છે, છેલ્લે 40 હજારથી વધુ કેસ 29મી નવેમ્બર 2020માં સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે કોરોનાના નવા 25 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. જેને પગલે ગમે ત્યારે લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 1,415 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. રાજ્યમાં બરાબર 60 દિવસે એક્ટિવ કેસનો આંક 6 હજારને પાર થયો છે. હાલમાં 6,147 એક્ટિવ કેસ છે જ્યારે 67 દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 2,83,864 જ્યારે કુલ મરણાંક 4,437 છે. ગુજરાતમાં છેંલ્લા સતત 11 દિવસથી કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે.
બીજી તરફ એક જ દિવસમાં કોરોનાને કારણે 154 લોકોના મોત નિપજ્યા છે. જે સાથે જ કુલ મૃત્યુઆંક પણ વધીને 1,59,370ની નજીક પહોંચી ગયો છે. કેટલાક રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત, કર્ણાટકા અને છત્તીસગઢમાં છેલ્લા કેટલાક દિવસથી એક્ટિવ અને દૈનિક કેસોમાં મોટા પાયે ઉછાળો જોવા મળ્યો છે.
હાલ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 2,71,282એ પહોંચી ગઇ છે જે કુલ કેસોની સરખામણીએ 2.82 ટકા છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના એક્ટિવ કેસોમાં વધુ 18918નો ઉમેરો થયો છે.
મહારાષ્ટ્રમાં 25 હજાર કેસથી આંશિક લોકડાઉનની શક્યતા, પંજાબમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં નવા 25833 કેસો સામે આવ્યા છે જે દેશભરના કુલ કેસોના 65 ટકા છે. જ્યારે પંજાબમાં 2369, કેરળમાં 1899 કેસો નોંધાયા છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કોરોનાના કેસો આટલી જ ગતીથી વધતા રહ્યા તો લોકડાઉન ફરી પુરા રાજ્યમાં લાગુ કરવામાં આવી શકે છે અને હાલ માત્ર એ જ એક માત્ર વિકલ્પ છે.
પંજાબમાં પણ આકરા પ્રતિબંધો લાગુ કરાયા છે. હવેથી પંજાબમાં આ મહિનાના અંત સુધી શૈક્ષણિક સંસૃથાઓને બંધ રાખવામાં આવશે. સુરતમાં કોરોનાના કેસનો રાફડો ફાટયો છે અને છેલ્લા 24 કલાકમાં 450 નવા કેસ નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં 349-સુરત ગ્રામ્યમાં 101 કેસનો સમાવેશ થાય છે. સુરતમાં છેલ્લા 10 દિવસમાંં જ કોરોનાના 2,596 કેસ નોંધાઇ ચૂક્યા છે.
ગુજરાતમાં એક્ટિવ કેસો 6 હજારને પાર, સતત 11 દિવસથી કેસમાં વધારો
અમદાવાદ શહેરમાં 335-ગ્રામ્યમાં 9 સાથે 344 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 66 હજારને પાર થયો છે. વડોદરા શહેરમાં 127-ગ્રામ્યમાં 19 સાથે 146, રાજકોટ શહેરમાં 115-ગ્રામ્યમાં 17 સાથે 132 નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યના ચાર મહાનગરોમાં જ 1,072 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે તેમાં 32 સાથે ભાવનગર, 28 સાથે જામનગર, 27 સાથે ગાંધીનગર, 26 સાથે મહેસાણા, 24 સાથે ખેડા, 20 સાથે પંચમહાલ, 18 સાથે ભરૂચ-સાબરકાંઠા, 17 સાથે કચ્છ, 15 સાથે નર્મદા, 14 સાથે છોટા ઉદેપુર, 12 સાથે મહીસાગર-દાહોદનો મુખ્યત્વે સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગરમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.
કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 2,329-સુરતમાં 982-રાજકોટમાં 201-સુરેન્દ્રનગરમાં 14 છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી 293, અમદાવાદમાંથી 260, વડોદરામાંથી 83, રાજકોટમાં 79 એમ રાજ્યભરમાંથી વધુ 948 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 2,73,280 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ 96.27% છે.
ગુજરાતમાં ગુરૂવારે 58,660 સાથે કુલ ટેસ્ટનો આંક 1.25 કરોડ છે. રાજ્યમાં હાલ 38,554 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધને કહ્યું હતું કે રસીકરણનો વ્યાપ વધારવામાં આવશે. હાલ માત્ર 60 વર્ષથી વધુ વયનાને જ રસી આપવામાં આવી રહી છે. સાથે જ જો 45 વર્ષથી વધુની વય હોય અને કોઇ બિમારી હોય તો તેમને પણ રસી આપવામાં આવે છે.
ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ?
શહેર | 19 માર્ચ | એક્ટિવ કેસ |
સુરત | 450 | 1,807 |
અમદાવાદ | 344 | 1,197 |
વડોદરા | 146 | 838 |
રાજકોટ | 132 | 405 |
ભાવનગર | 32 | 166 |
જામનગર | 28 | 148 |
ગાંધીનગર | 27 | 124 |
મહેસાણા | 26 | 140 |
ખેડા | 24 | 95 |
પંચમહાલ | 20 | 114 |
ભરૂચ | 18 | 167 |
સાબરકાંઠા | 18 | 73 |
કચ્છ | 17 | 133 |
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31