GSTV
Gujarat Government Advertisement

ચેતવણી/ કોરોના વાયરસની આક્રમકતામાં 300 ગણો વધારો : આ રાજ્યોમાં સ્થિતિ સામાન્ય નથી, ઘરમાંથી નીકળ્યા તો પરિવાર બનશે ભોગ

કોરોના

Last Updated on March 29, 2021 by

દેશના એક ડઝન કરતા પણ વધારે રાજ્યો કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યા છે. મહામારીને નિયંત્રણમાં લેવાનો અનુભવ હોવા છતા આ રાજ્યોમાં સ્થિતિ સામાન્ય નથી થઈ રહી. તેનું મુખ્ય કારણ વાયરસ પહેલા કરતા વધુ આક્રમક બન્યો તે છે. આંકડાઓ પર ધ્યાન આપવામાં આવે તો કોરોના વાયરસની આક્રમકતામાં 300 ટકાનો વધારો નોંધાયો છે. કેન્દ્ર સરકારે મહામારીની બીજી લહેર માટે રાજ્યોને જવાબદાર ઠેરવ્યા છે.

કોરોના

માર્ચમાં જ 60,000નો આંકડો પાર

ગત વર્ષે માર્ચ મહિનામાં સંક્રમણના કેસ વધ્યા હતા. જો કે, તે સમયે દરરોજ સરેરાશ 187 સંક્રમિત દર્દીઓ મળતા હતા. ત્યાર બાદ જુલાઈમાં દરરોજ 60,000 કરતા વધારે કેસ સામે આવવા લાગ્યા હતા. પરંતુ આ વખતે કોરોના વાયરસે માર્ચ મહિનામાં જ 60,000 કરતા વધારેનો આંકડો સર કરી લીધો છે. છેલ્લા 30 દિવસમાં સક્રિય દર્દીઓની સંખ્યા 3 લાખથી વધી ગઈ છે.

કોરોના

આ વખતે વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ

આ વખતે કોરોનાના કારણે મરનારા લોકોની સંખ્યામાં પણ 200 ટકાનો વધારો નોંધાયો છે. વાયરસના ફેલાવામાં આવેલી તેજી મામલે નિષ્ણાંતોનું કહેવું છે કે, આ વખતે મહામારી પર નિયંત્રણ મેળવવું વધુ મુશ્કેલ થઈ શકે છે. ગત ઓક્ટોબર માસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો પરંતુ આ વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ એક દિવસમાં 16,488 કેસ નોંધાયા હતા જેથી સક્રિય દર્દીઓની સંખ્યા 1.59 લાખથી પણ વધી ગઈ હતી.

તેના એક મહિના બાદ 28 માર્ચે દેશમાં કોરોનાના 62,000 કરતા વધારે કેસ નોંધાયા હતા અને સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 5 લાખ થવા આવી છે. સંક્રમિત દર્દીઓમાં આશરે 260 ટકાનો અને સક્રિય કેસમાં 165 ટકાથી વધારેનો વધારો થયો છે.

કોરોના

આ રીતે વાયરસ આક્રમક બન્યો

મહામારીની ગાણિતીક આકારણી કરનારી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના પૂર્વ પ્રોફેસર રિજો એમ જોનના કહેવા પ્રમાણે વાયરસની પૂર્વ અને વર્તમાન લહેરની તુલનામાં આ વખતે વાયરસની તાકાત 300 ટકા કરતા પણ વધી હોવાનું સામે આવ્યું છે. વાયરસના નવા નવા મ્યુટેશનના કારણે તેને મદદ મળી છે તથા બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા વાયરસના નવા સ્ટ્રેઈન તેજ બન્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33