GSTV
Gujarat Government Advertisement

સ્પાઈ જેટની એક ફ્લાઈટ 50 મુસાફરો સાથે દોઢ કલાક સુધી અચાનક ગાયબ થઈ ગઈ! કોલકાત્તાથી ઉડાણ ભર્યાની માત્ર 30 મિનિટ પછી સંપર્ક તૂટ્યો

Last Updated on April 6, 2021 by

કોલકાત્તાથી ચેન્નાઈ જવા માટે નીકળેલું સ્પાઈ જેટની એક ફ્લાઈટ દોઢ કલાક સુધી લાપતા બની ગયું હતું. તેના કારણે એરલાઈન્સમાં ભારે ઉચાટ સર્જાયો હતો. દોડધામ અને અટકળો વચ્ચે વિમાનનો સંપર્ક વિશાખાપટ્ટનમના એર ટ્રાફિક કંટ્રોલર સાથે થઈ જતાં રાહતનો શ્વાસ લીધો હતો.

વિશાખાપટ્ટનમના એર ટ્રાફિક કંટ્રોલર સાથે થઈ જતાં રાહતનો શ્વાસ લીધો


કોલકાત્તાના નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ પરથી રાતે ૧૨.૧૫ કલાકે ચેન્નાઈ જવા માટે સ્પાઈ જેટનું વિમાન ઉડયું હતું. વિમાન ઉડયું તેની ૩૦ મિનિટ પછી જ સંપર્ક તૂટી ગયો હતો. ૫૦ મુસાફરો સાથે ઉડેલા વિમાનનો સંપર્ક કપાઈ જતાં એરલાઈન્સમાં અને એર ટ્રાફિક કંટ્રોલર વિભાગોમાં ઉચાટ ફેલાઈ ગયો હતો.

એરલાઈન્સમાં અને એર ટ્રાફિક કંટ્રોલર વિભાગોમાં ઉચાટ ફેલાઈ ગયો


ભુવનેશ્વરથી ૪૦ કિલોમીટર દૂર હતું ત્યારે વિમાનનો સંપર્ક તૂટયો હતો. લગભગ દોઢ કલાક સુધી વિમાન સંપર્કની બહાર રહ્યું હતું. ક્યૂ-૪૦૦ પ્રકારનું વિમાન ૨૪,૦૦૦ ફૂટથી વધુ ઊંચાઈએ ઉડયું હતું. ટેકનિકલ ખામીના કારણે સંપર્ક તૂટી ગયો હતો. એ પછી અનેક અટકળો થવા લાગી હતી. વિમાન દિશા ભટકી ગયું હોઈ શકે અથવા તો અકસ્માતગ્રસ્ત બન્યું હોવાની પણ શક્યતાઓ તપાસમાં આવી રહી હતી.

વિમાન દિશા ભટકી ગયું હોઈ શકે અથવા તો અકસ્માતગ્રસ્ત બન્યું હોવાની પણ શક્યતાઓ


દોઢ કલાક દરિમયાન રૃટમાં આવતા તમામ એર ટ્રાફિક કંટ્રોલરે એ જ સમયગાળામાં એ જ દિશામાં ઉડાન ભરનારા બધા જ વિમાનોના પાયલટનો સંપર્ક કર્યો હતો, પરંતુ એ પાયલટ્સ પાસેથી પણ સંતોષકારક માહિતી મળી શકી ન હતી. એ દરમિયાન અચાનક દોઢ કલાક પછી વિશાખાપટ્ટનમના એર ટ્રાફિક કંટ્રોલર સાથે એ વિમાનનો સંપર્ક થઈ જતાં બધાએ રાહતનો શ્વાસ  લીધો હતો. મોડી રાત્રે ૨.૧૦ કલાકે વિમાનનો સંપર્ક થયો હતો. આ ઘટનાની તપાસ શરૃ કરવામાં આવી હતી. ક્યા કારણથી વિમાન સંપર્કવિહોણું બન્યું હતું તે બાબતે એક સમિતિને તપાસ કરવાનો આદેશ થયો હતો. નાગરિક ઉડ્ડયન વિભાગે પણ આ મામલે એરલાઈન્સને રીપોર્ટ આપવાનો આદેશ કર્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33