Last Updated on March 15, 2021 by
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચેની લાંબીલચક સિરીઝ અમદાવાદ માટે જોખમી બની શકે છે તે મુદ્દે લોકોમાં અનેક ચર્ચા થઈ રહી છે. હવે, ટ્વેન્ટી-20 મેચ જોવા માટે સ્ટેડિયમમાં હજારો દર્શકોની ભીડ ઉમટે છે પણ સેનેટાઈઝરનો અભાવ જોવા મળે છે. ઉલ્લખનીય છે કે થોડાક સમયથી અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે તંત્ર પણ ચિંતામાં ગરકાવ થઈ રહ્યું છે.
લોકોમાં અનેક ચર્ચા થઈ રહી છે
હજુ ચાર ટ્વેન્ટી-20 મેચ બાકી છે ત્યારે વ્યવસ્થાની અમુક ત્રૂટીને કારણે કોરોના વકરવાની ભીતિ નાગરિકો અને દર્શકોમાં સર્જાઈ છે. પ્રથમ ટ્વેન્ટી-20 મેચ જોવા ગયેલાં દર્શકોમાં એવી ફરિયાદ ઉઠવા પામી છે કે, મેચ જોવા આવતા હજારો દર્શકો માટે સેનેટાઈઝરની કોઈ વ્યવસૃથા કરવામાં આવી નથી.
કોરોનાને લઈને રાજ્યના મહાનગરોમાં લગાવવામાં આવેલા કરફ્યુનો આજે અંતિમ દિવસ છે..અને વધતા કોરોના કેસ વચ્ચે અમદાવાદમાં ચાલતી ટી-20 મેચ સિરીઝના કારણે કરફ્યુની સમય મર્યાદા વધારવાને લઈને ભાજપ સરકારની મૂંઝવણ વધી છે. ફરી એકવાર અમદાવાદ,સુરત સહિતના શહેરોમાં કોરોનાએ માથુ ઉંચક્યુ છે.
અને આજે રાત્રિ કરફ્યુનો અંતિમ દિવસ છે પણ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઇ રહેલી ટી-ટ્વેન્ટી મેચને કારણે રાજ્ય સરકારને ગળે હાડકું ભરાયું છે.મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ રમાઇ રહી છે.મેચ વખતે હજારોની ભીડ એકઠી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ કોરોનાનુ એપી સેન્ટર બની શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ હજુય ત્રણ ટી-ટ્વેન્ટીની મેચ રમાવવાની બાકી છે. ક્રિકેટ મેચ રાત્રિના 10.45 વાગે પૂર્ણ થાય એટલે 12 વાગ્યા સુધી શહેરમાં ટ્રાફિકની અવર જવર રહે. આ જોતાં રાજ્ય સરકાર કોરોના વકર્યો હોવા રાત્રિ કરફ્યુનો સમય હવે 11 વાગે સુધી કરી શકે તેવી સ્થિતીમાં નથી.
દર્શકોમાં સોશિયલ ડીસ્ટન્સ જળવાતું નથી
નવનિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ કોરોના કે અન્ય કોઈને કોઈ કારણે વિવાદમાં રહ્યું છે. આ અગાઉ ટેસ્ટમેચ વખતે એન્ટ્રી ગેઈટ પર દર્શકોને રાષ્ટ્રધ્વજ સાથે લાકડી લઈને જવા ન દેવાનો વિવાદ છેડાયો હતો. એ પહેલાં ફોટોગ્રાફર્સને નો-એન્ટ્રીનો વિવાદ પણ સર્જાયો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31