GSTV
Gujarat Government Advertisement

Big News : દેશમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યાં, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 1 લાખથી વધુ કેસ

કોરોના

Last Updated on April 5, 2021 by

દેશમાં કોરોનાએ ફરીથી માથુ ઉંચક્યું છે. સતત વધી રહેલા કોરોનાએ સરકારની ચિંતા વધારી દીધી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 1 લાખથી વધુ કેસો નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ કેસો છે. અગાઉ 16 સપ્ટે. 97,856 કેસ નોંધાયા હતાં. રવિવારના રોજ દેશભરમાં 1.03 લાખ નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યાર આ જ સમયગાળા દરમિયાન વધુ 477 દર્દીના મૃત્યુ નિપજ્યું છે. જોકે આ દરમિયાન 52,825 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં 57,074 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. જેથી ઉદ્ધવ સરકાર ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં 57,074 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 222 લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન 27,508 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ મહારાષ્ટ્રમાં 4,30,503 કેસ એક્ટિવ છે.

સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં કુલ કોરોનાના દર્દીનો આંકડો 30,10,597એ પહોંચ્યો છે, જ્યારે મૃત્યુઆંક 55,878એ પહોંચ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 25,22,823 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી

દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં સતત વધારો થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાનની સાથે કેબિનેટ સેક્રેટરી, વડાપ્રધાનના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ ડૉ. વિનોદ પૉલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કોરોનાના વધી રહેલા કેસ અને વેક્સિનેશન અભિયાન અંગે ચર્ચા કરવામા આવી હતી. દેશમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને શું સાવધાનીઓ રાખવી જોઈએ તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ બેઠકમાં 5 મંત્ર- ટેસ્ટિંગ, ટ્રેકિંગ, સારવાર, ગાઈડલાઈનનું કડકાઈથી પાલન અને વેક્સિનેશન પર ભાર આપ્યો હતો. વડાપ્રધાને બેઠકમાં જણાવ્યું હતું કે, વેક્સિન બનાવતી કંપનીઓને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સૂચના આપવામા આવી છે. દેશના નવા કેસોમાંથી 80 ટકા જેટલા કેસ તો માત્ર મહારાષ્ટ્ર, છત્તિસગઢ, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિતના 8 રાજ્યોમાંથી જ સામે આવી રહ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33