GSTV
Gujarat Government Advertisement

દેશભરમાં કોરોનાની બીજી લહેરનો કહેર : હિમાચલમાં 4 એપ્રિલ સુધી સ્કૂલ-કોલેજો બંધ તો મહારાષ્ટ્રમાં લોકડાઉનની ચેતવણી

કોરોના

Last Updated on March 26, 2021 by

2020 બાદ ફરી 2021માં પણ સમગ્ર દેશમાં કોરોના વકર્યો છે. ત્યારે મહારાષ્ટ્ર સહિતના કેટલાંક રાજ્યોમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. એમાંય મહારાષ્ટ્રમાં તો કોરોનાને કારણે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ સર્જાઇ છે. મહારાષ્ટ્રના અનક જિલ્લાઓમાં લોકડાઉન પણ લાગુ કરી દેવાયું છે. મહારાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં પણ સ્કૂલ-કોલેજો બંધ કરી દેવાઇ છે. ત્યારે હવે હિમાચલ પ્રદેશમાં પણ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં સ્કૂલ-કોલેજો અને યુનિવર્સિટી સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ ચાર એપ્રિલ-2021 સુધી બંધ રહેશે. રાજ્યમાં કોરોનાના કેસ વધવાના કારણે હિમાચલ પ્રદેશની સરકારે આ નિર્ણય કર્યો છે. શાળા-કોલેજોમાં શિક્ષક તેમજ અન્ય સ્ટાફ જ માત્ર સંસ્થા ખાતે આવશે.

મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય કર્યો

રાજ્યના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે રાજ્ય તંત્રની એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય જાહેર કર્યો છે. જો કે સરકારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને પ્રતિબંધમાંથી બાકાત રાખ્યાં છે. જે શાળા અને કોલેજમાં પરીક્ષા ચાલી રહી છે તેમાં પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. બોર્ડિંગ સ્કૂલોમાં હોસ્ટેલ સુવિધા ચાલુ રહેશે. આ ઉપરાંત હોળીને લઇને કોઇ પણ જાતના કાર્યક્રમો આયોજીત કરી શકાશે નહીં. રાજ્યનાં મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે લોકોને અપીલ કરી કે તેઓ પોતાના ઘરમાં જ હોળીનો તહેવાર મનાવે.

મહારાષ્ટ્ર

મુંબઇમાં છેલ્લાં 24 કલાકમાં 5,504 નવા કેસ

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ પણ કોરોનાની હાલત ફરીથી ગંભીર થવા લાગ્યા છે. મુંબઇમાં છેલ્લાં 24 કલાકમાં 5,504 નવા કેસ બહાર આવ્યા છે અને આ દરમિયાન 4 દર્દીઓનું મોત થયું છે. મુંબઇમાં 75 દિવસમાં ડબલિંગ રેટ થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં છેલ્લાં કેટલાંક દિવસથી ભારે ઉછાળો આવી રહ્યો હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં કોરોનાની બીજી લહેર રોકવા માટે લોકડાઉન લાગુ કરાઇ રહ્યું છે. મરાઠાવાડાના નાંદેડમાં ૨૫ માર્ચથી 4 એપ્રિલ વચ્ચે કડક લોકડાઉન લાગુ કરાયું છે. બીડમાં 26 માર્ચથી 4 એપ્રિલ વચ્ચે જ્યારે પરભણીમાં 24 માર્ચથી પહેલી એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરાયું છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉનની ચેતવણી

મહારાષ્ટ્રમાં કોરોનાના ફફડાટ વચ્ચે ઉપમુખ્યમંત્રી અજિત પવારનું સૌથી મોટુ નિવેદન આવ્યું છે. અજિત પવારે કહ્યું છે કે લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન ન કર્યું તો સરકાર ફરી લોકડાઉન લગાવી શકે છે. સરકાર 2 એપ્રિલ સુધી આ મામલાઓ પર નજર રાખી રહી છે. જો કોરોના કાબૂમાં ના આવ્યો તો સરકાર પાસે લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી. મહારાષ્ટ્રમાં હાલમાં નવી ગાઈડલાઈનનું એલાન કરાયું છે. જેમાં મોલ, માર્કેટ અને સિનેમાહોલમાં 50 ટકા ટકાની છૂટ છે. લગન્માં પણ 50થી વધારે લોકોને છૂટ નથી. અંતિમ સંસ્કારમાં પણ 20 લોકોને હાજર રહેવાની છૂટછાટ અપાઈ છે. આ તમામ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની જવાબદારી લોકોની છે. અજિત પવારે વધુમાં એમ પણ જણાવ્યું છે કે મેડિકલ સ્ટાફ અને અન્ય અધિકારીઓએ પણ કોરોનાના કેસો વધે તો લોકડાઉન લાગુ કરવાની સલાહ આપી છે. આ મામલે શુક્રવારે નિર્ણય લેવાશે. આ પહેલાં પણ જો સ્થિતિ બગડી તો લોકડાઉન લગાવી શકાય છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનાં નવા કેસની સંખ્યા 35 હજારને પાર

મહારાષ્ટ્રમાં આજે કોરોનાનાં નવા કેસની સંખ્યા 35 હજારને પાર પહોંચી ગઇ છે. આજે 35,952 નવા કેસ નોંધાયા જ્યારે 20,444 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ગયા છે. સમગ્ર રાજ્યમાં આજે 111 દર્દીઓનું મોત કોરોનાથી થઇ છે. તે જ પ્રકારે રાજધાની દિલ્હીમાં દર્દીઓની સંખ્યા પણ 5 હજારથી વધુ થઇ ગઇ છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે 5,497 થઇ ગઇ છે, જ્યારે 31 ડિસેમ્બર 2020 બાદથી સૌથી મોટી સંખ્યા છે. 31 ડિસેમ્બર દિલ્હીમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 5,511 હતી.

કોરોના

દિલ્હીમાં પણ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો

દિલ્હીમાં છેલ્લાં 24 કલાક 1,515 નવા કેસ બહાર આવ્યાં છે. જેનાથી કુલ આંકડા 6,52,742 થઇ ગયા છે. આ દરમિયાન 903 દર્દીઓ સાજા થયા છે. હવે અહીં સાજા થનારાની સંખ્યા 6,36,267 સુધી પહોંચી ગઇ છે. છેલ્લા અનેક દિવસોથી રાજ્યના કોરોના વાયરસથી સંક્રમિત દરદીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઉછાળો થઇ રહ્યો છે. તેથી લોકડાઉનની અટકળોએ જોર પકડયું છે, પરંતુ આ બધી અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા મુંબઇ મહાપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું છે કે હાલ અમે લોકડાઉનનો વિકલ્પ અપનાવવા નથી ઇચ્છતા. સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે, હાલ અને માત્ર ત્રણ જ બાબતો પર ધ્યાન આપી રહ્યા છે. જેમાં કોરોનાના ટેસ્ટિંગ વધારવા, માળખાકીય સુવિધા વધારવી તેમજ વેક્સીનેશન વધારવું અને અમને તેમાં ચોક્કસ સફળતા મળશે તેવો વિશ્વાસ કાકાણીએ વ્યક્ત કર્યો હતો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33